ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચો સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર શ્રી હેમરાજભાઈ પાડલીયાનો જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવાશે
સ્થાપક પ્રમુખ ૠષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના શ્રી હેમરાજભાઈ પાડલીયા બક્ષીપંચ સમાજની 145 જ્ઞાતિમાં તેમજ સામાજીક ક્ષેત્રમાં આગવુ સ્થાન ધરાવે છે. સમાજના સારા-નરસા પ્રસંગમા ખંભે ખંભો મીલાવીને સમાજની પડખે ઉભા રહે છે.કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં રાસન,માસ્ક,ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવેલ.આ દરમ્યાન ગુજરાતનાં અનેક શહેરમાં ૠષિવંશી સમાજની એમ્બ્યુલન્સ દરેક સમાજ માટે તેમજ તુલસીના રોપા કુંડા સાથે વિતરણ કરવામાં આવ્યા હતાં.આ તમામ સેવાકાર્યો માનનીય શ્રીહેમરાજભાઈ પાડલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક વાડાઓ-જૂથમાં વહેંચાયેલ ઓ.બી.સી.સમાજને એક તાંતણે બાંધીને સમાજના યુવાનોને સાચુ માર્ગદર્શન આપવામા નિમિત બનેલા છે. આવા શ્રી હેમરાજભાઈ પાડલીયાનો જન્મદિવસ ઉજવવા ગાંધીનગર ખાતે ગત વર્ષ તા.03/09/2022ના રોજ સ્વયંભુ 17,000 લોકો ઉપસ્થિત રહી વર્લ્ડ રેકોર્ડ બનાવેલ.તેમજ સામાજીક,રાજકીય ક્ષેત્રે સેવાકાર્યો થકી હેમરાજભાઈ પાડલીયા આગવું સ્થાન ધરાવે છે.આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર સમાજના ભામાશા, એવા શ્રી હેમરાજભાઈ પાડલીયાને ફરી એકવાર જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.
ઋષિવંશી સમાજ સેવા સંઘ-ગુજરાત મીડિયા ઇન્ચાર્જ સુનિલભાઈ પાડલીયા (મોં.9824291694) ની યાદી માં જણાવે છે.