બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા: ડેડીયાપાડા તાલુકાના ચીક્દા પેટ્રોલ પંપપાસે પાસે ધોળે દિવસે 8લાખથી વધુ રકમની સનસનાટી ભરી લૂંટ.

બ્રેકિંગન્યૂજ઼ નર્મદા:

ડેડીયાપાડા તાલુકાના ચીક્દા પેટ્રોલ પંપપાસે પાસે ધોળે દિવસે 8લાખથી વધુ રકમની સનસનાટી ભરી લૂંટ

બેંકમા નાણા ભરવા જતા પેટ્રોલ પંપનાકર્મચારીનીબે બાઈક નો બે બાઈક સવારોએ પીછો કરી તેની પણ હુમલો કરી રોકડ રકમ લૂટી બે ઈસમો ફરાર

કર્મચારી ને ગંભીર ઈજા થતા હોસ્પિટલમા ખસેડ્યા

રાજપીપળા તા 26

આજરોજ ડેડીયાપાડા તાલુકાના ચીક્દા ગામના એસઆર પેટ્રોલ પંપપાસે બેંક મા નાણા ભરવા જતાપેટ્રોલ પંપનાઅમરસિંહ ભાઈ નામના એક કર્મચારી પાસેથી રૂપિયા ૮ લાખની સનસનાટીભરી લૂંટ કરી બે અજાણ્યાઈસમો નાસી જતાં ચકચાર મચી જવા પામી છે .પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારે 10 કલાકે ચિકદા પાસેના એસ્સાર પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પંપ પાસે અમરસિંહભાઈ નામના કર્મચારી પોતાની બેગમાં આઠ લાખથી વધુ રકમ લઈને બેંકમાં ભરવા જતા હતા ત્યારે.જાણ ભેદુ બે અજાણ્યા ઈસમોને આ કર્મચારી પાસે બેગમાં મોટી રોકડ રકમ હોવાની માહિતી મળતા બાઈક પર બેંકમા નાણા ભરવા જતા હતાત્યારે અમરસિંહ ભાઈ ની બાઈકનો પીછો કરી તેને આંતરીતેને માથા મા હોકી મારી ગંભીર ઈજા કરીતેને નીચે પાડી દીધો હતો. અને તેની બેગને તલવાર જેવા ધારદાર હથિયાર થી બેગ કાપી ને તેમાથી8લાખ થી વધુ લાખોની રોકડ રકમ ની ધોળે દિવસે સનસનાટી લૂટ કરી પલાયન થઈ ગયા હતા. આ બાબતની જાણ ડેડિયાપાડા પોલીસ ને કરતા પીએસઆઈ દેસાઈ અને પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘવાયેલા કર્મચારી અમરશીહભાઈનેમાથામાં ગંભીર ઈજા થતા ૧૦૮ બોલાવી તેને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા