નર્મદા સુગર ધારીખેડા ખાતે આજથી શેરડી પીલાણની નવી સીઝનનો રંગેચંગે પ્રારંભ.
સંતોની ઉપસ્થિતિમાં બોલરનો પ્રજજ્વલન કરાયુ.
આ સિઝનમાં 31 મી માર્ચ સુધી 8 લાખ ટન શેરડી નો લક્ષ્યાંક.
1 કરોડ લિટર મિથેનોલનું ઉત્પાદન થશે.
ચાલુ વર્ષે નર્મદા સુગર 50 હજાર કવીન્ટલ ઓર્ગેનિક ખાંડ બનાવાશે.
35 હજાર એકરમાં શેરડીનું ઉભું કપાણ કરાશે. ચાલુ વર્ષે 20 હજાર એકરમાં ખેડૂતો શેરડીનું વાવેતર કરશે- ચેરમેન ઘનશ્યામ પટેલ.
રાજપીપળા,તા. 29
ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગર ધારીખેડા આજ થી શેરડી પીલાણની નવી સીઝનનો રંગેચંગે પ્રારંભ થયો હતો. જેમાં ગરુડેશ્વર બીએપીએસના વ્યસનિધિ સ્વામી તથા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, એમડી નરેન્દ્રભાઈ, એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ, આઈ સી પટેલ,તથા ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં નર્મદા સુગર ખાતે વિધિવત પૂજન કરી બોઇલર પ્રજ્વલિત કરી શેરડી પીલાણની સિઝનનો પ્રારંભ કરાયો હતો.
આજ થી શેરડી પીલાણની પ્રક્રિયા શરૂ થતા આ પ્રસંગે નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું, કે આજે થી શેરડી પિલાણની નવી સિઝન વિધિવત પ્રારંભ કર્યું છે જે અટક્યા વગર 31 મી માર્ચ સુધી ચાલશે.31 મી માર્ચ સુધી નર્મદા સુગર 8 લાખ મેટ્રિકટન શેરડીનું પીલાણ કરશે.1 કરોડ લિટર મિથેનોલનું ઉત્પાદન થશે. નવી સિઝન શરૂ થતા ભરૂચ નર્મદાના ખેડૂતોનો આર્થિક વિકાસ પર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવક ડબલ કરવાનું સ્વપ્ન પણ પૂર્ણ થશે. ચાલુ વર્ષે નર્મદા સુગર 50 હજાર ક્વિન્ટલ ઓર્ગેનિક ખાંડ બનાવશે. અને દેશ-વિદેશમાં તેનું વેચાણ કરશે. હાલ 35 હજાર એકરમાં શેરડીનો ઉભું પીલાણ કપાણ કરાશે. ચાલુ વર્ષે 20 હજાર એકરમાં ખેડૂતો નવી શેરડીનું વાવેતર કરશે તેમ ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું.
રિપોર્ટ : જયોતિ દીપક જગતાપ, રાજપીપળા