સમસ્ત વિશ્વ મહામારીનાં ભરડામાં જકડાઈ રહ્યું છે. ભારત દેશમાં પણ 21 દિવસ નું લોકડાઉન જાહેર કરાયું છે.ત્યારે અમદાવાદના રહીશ મુકેશ પંડ્યાએ પોતાની મીનીએચર આર્ટને અનોખી રીતે ઇન્સ્ટોલ કરી વિવિધ મેસેજ આપતી અલગ અલગ આર્ટની રચના કરી છે. તેવોએ ફક્ત આંગળીના એક વેઢા જેટલી સાઈઝના અલગ અલગ પાત્રો રંગીન દોરીનો ઉપયોગ કરીને બનાવેલ છે. જેમાં કોરોના નામક વાઇરસથી ફેલાતા રોગ સામે ખડે પગે લગાતાર લડતા આપણાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબ,મેડિકલ સ્ટાફ,પોલીસ સ્ટાફ,મીડિયા,સંરક્ષણ જવાનો, સફાઈ કર્મી,ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અન્ય ગુમનામ સેવકો ને બિરદાવતી જ્યોત હથેળીમાં દરસાવી છે.તેમજ લક્ષમણ રેખા દ્વારા લોકોને ઘરમાંથી બહાર ન નીકળતો મેસેજ આપ્યો છે. અન્ય એક આર્ટમાં જીવન જરૂરી ચીજો લેવા બહાર નીકળતા લોકોને સોસીયલ ડિસ્ટન્સ દ્વારા કુંડાળામાં ઉભા રહેલા દર્શાવેલ છે. ઘરમાં રહીને સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવા નો મેસેજ આપતી યોગાની કલાકૃતિ પણ અદ્દભૂદ રીતે દરસાવી છે.સોસીયલ મીડિયા દ્વારા પણ તેમની આ કળા દ્વારા ફેલાતા મેસેજ ને લોકોમાં આગવું સ્થાન મળે છે.