ભારતમાં કોરોના વાઈરસનો ત્રીજો કેસ સરકાર બની એલર્ટ મોદીએ આપ્યા આ આદેશો

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર સતર્ક બની છે. ભારતીયોને ચીન ન જવાની સલાહ આપવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પીએમ મોદીના આદેશથી બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ચાર કેન્દ્રીય પ્રધાનો છે. જેમાં સ્વાસ્થ્ય પ્રધાન, ઉડ્ડયન પ્રધાન, વિદેશ રાજ્ય પ્રધાન સહિતના પ્રધાનો છે. ઉલ્લેખનિય છેકે માત્ર કેરળમં જ કોરોના વાયરસના ત્રણ કેસની પુષ્ટી થઈ છે. ત્રણેય દર્દીઓ ચીનથી પરત ફરેલા છે. આ સિવાય ભારત સરકારે બે વખત વુહાન ખાતે સ્પેશિયલ પ્લેન મોકલીને 647 ભારતીયોને પરત લાવી છે. અને તેમને દિલ્હીના છાલવા અને હરિયાણાના માનેસરમાં વિશેષ રીતે તૈયાર કરાયેલા કેમ્પમાં રાખવામાં આવ્યા છે.