માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
માલિકી ભાવ નથી તેથી તે પરબારું કરે છે
બેઘર દીવો જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે
મધ્યાહને જ દીપશિખા સોંપી દયો આગામીને
સૂર્ય પણ સાંજ પડ્યે તો પાછું ફરવાનું કરે છે
હોય રાજા કે રંક તે શોધી જ લ્યે છે લક્ષ્યને
કર્મફળને તો જે કરવાનું હોય તે કરવાનું કરે છે
આ દિલ,આ દર્દ,આ પ્રેમ, આ મમતા, આ મૈત્રી
નવા નવા નામે યુગોથી માયા છેતરવાનું કરે છે
આહાર,નિદ્રા,ભય,મૈથુન,રાગદ્વેષ,મોહમાં ફસી
માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે
-મિતલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’ માં થી