જીએનએ અમદાવાદ: : અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર લાગી આગ. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલનું ટેન્કર જે ખાલી કરવા આવતા તેની પાઇપની અંદર આગ લાગવાનું કારણ જાણવા મળી રહ્યું છે. આગ લાગતા હજુ સુધી કોઈ જાનહાની બની નથી.
ફાયર વિભાગ દ્વારા આગને કન્ટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્રણ ફાયરના વાહનો કામે લાગ્યા છે જે આગ કાબુમાં લીધા બાદ તપાસના અંતે સાચું કારણ જાણવા મળશે. આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો જેનો આવાજ એક કિમી સુધી સંભળાયો હતો.
હાલ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી છે અને પંપ પર ઉભેલા ટેન્કરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.