ટોપ નાની લાઈનમાં
એક રાખી ફૌજી કે નામ કાર્યક્રમ હેઠળ
હેડીગ
*સતત 8માં વર્ષે જામનગરના મહિલા કોર્પોરેટર સહિત બહેનો સરહદ પરના જવાનોને મોકલશે રાખડીઓ*
જીએનએ જામનગર : ભારતના 130 કરોડથી વધુ દેશવાસીઓની દિવસ રાત, ટાઢ- તાપ, વરસાદ જોયા વગર સતત 365 દિવસ રક્ષા કરતા સરહદ પર ના જવાનોની રક્ષા કાજે છેલ્લા 8 વર્ષ થી જામનગરની બેહનો દ્વારા રાખડી મોકલવાનું અભિયાન મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા ચલાવવામાં આવે છે, આ વર્ષે પણ આ અભિયાન હેઠળ જામનગરની બહેનોને દેશના જવાનો ને રાખડી મોકલવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
જામનગર બીજેપીના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની મહિલા તેમજ સામાજિક સંસ્થાઓ ને સાથે રાખી ને 8 વર્ષ થી જામનગર માંથી રાખડી ભેગી કરી સરહદ પરના જવાનોને મોકલવામાં આવે છે, જેમાં જામનગરની મહિલા સંસ્થાઓ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, ભારત તિબબત સંઘ જામનગર, ડીલાઈટ કલબ, સખી કલબ, ૐ ટ્રેનિંગ સેન્ટર, બ્રહ્મ સમાજ અને ભાજપ મહિલા મોર્ચા વિભાગ વિગેરે જોડાય રાખડીઓ મોકલે છે, આ વર્ષે પણ આગામી રક્ષાબંધન પૂર્વે જામનગરથી જવાનોને રાખડી મોકલવાનું અભિયાન હાથ ધરવામાં આવનાર છે.
આ અભિયાન હેઠળ જામનગરની મહિલા સંસ્થાઓ તેમજ સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે પણ બેહનો રાખડી મોકલી શકે છે, એક બંધ કવરમાં સાદી રાખડી (ગલગોટા ) અને જવાનને રક્ષા બંધન ઉપર નો મેસેજ (હિન્દીમાં ) આપવાનો રહેશે અને કવર ઉપર મોકલનાર બહેન કે સંસ્થા નું નામ લખવાનું રહેશે, બંધ કવરમાં રાખડી અને ફોજી ને સંદેશો આગામી તારીખ 25-08-2023 સુધીમાં સાંજે 6.30 થી 8 વાગ્યા સુધી માં ડિમ્પલબેન રાવલ નોબત પ્રેસ સામે, બેડી ગેટ, પંચેશ્વર ટાવર રોડ જામનગર પોહચાડવાનો રહેશે કવર માં કોઈ રોકડ રકમ કે અન્ય વસ્તુ ઓ રાખવી નહીં, વધુ વિગત માટે ડિમ્પલબેન રાવલ ફોન નંબર ૯૪૦૮૯૮૯૮૯૧ ઉપર સંપર્ક કરવા અખબારી યાદી માં જણાવાયું છે.