રાજપીપળા,તા.26
નર્મદા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવનાર છે.ત્યારે સીપ્લેન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરદાર પટેલની જન્મ જયંતી પર વડાપ્રધાન કેવડિયા ખાતે આવી રહ્યા છે. વડા પ્રધાનમંત્રીના હસ્તે સીપ્લેન કોચીના માલદીવ પહોંચી ચૂક્યું છે. પ્લેનમાં બે વિદેશી પાઇલટ પણ આવી રહ્યા છે. જેઓ સતત આમાં દેખરેખ રાખશે અને સીપ્લેન ચલાવવા માટે છ મહિના સુધી પાઇલટને ટ્રેનિંગ અપાશે.આ સી પ્લેન સાંજના છ વાગ્યા પછી ઉડાન ભરી શકશે નહીં. જેથી મુસાફરી પણ નહીં કરાય. આ સી પ્લેનમાં ટીવીન એન્જિન હશે. આ સી પ્લેન કોચીન ચૂક્યું છે. જ્યાં ઇંધન ભરાવીને ગોવા પહોંચશે. ત્યારબાદ કેવડીયા મુકામે આવી પહોંચી છે. જ્યારે વડાપ્રધાન 31 ઓક્ટોબરના રોજ આજ સી પ્લેનમાં બેસી કેવડિયા થી સાબરમતી રિવરફ્રન્ટની 8 જેટલી ટ્રીપ મારતી અમદાવાદ થી ચાર ફ્લાઈટ ઉડાન ભરતી આ સી પ્લેનમાં 19 લોકો બેસાડવાની ક્ષમતા છે. 14 મુસાફરોને સી પ્લેનમાં બેસાડવામાં આવશે. જેમાં પાંચ ક્રુ મેમ્બર હશે 220 કિ.મી.ની યાત્રા સી પ્લેન 45 મિનિટમાં પૂરી કરશે.આ સી પ્લેનની મજા માણવા માટે એક વ્યક્તિની 4800 રૂપિયા ટિકિટ નક્કી કરવામાં આવી છે.આ સંપૂર્ણ દેખરેખ અને સંચાલન સ્પાઇસ જેટ કંપની દ્વારા કરવામાં રાખવામાં આવશે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા