રાજપીપળા તા 26
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સી પ્લેન સુવિધા નું લોકાર્પણ કરાશે ભારતમાં સૌ પ્રથમ વખત સી પ્લેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ થી કેવડિયા આવનાર સી પ્લેન આજે કેવડિયા આવી પોહોચ્યું હતું ત્યારબાદ અમદાવાદ જવા રવાના થયું હતું અત્રે એ ઉલ્લેખનીય છે કે ગતરોજ માલદીવ થી ઉડાન ભરી સી પ્લેન કોચી પોહોચ્યું હતું ત્યારબાદ આજે ટ્રાયલ માટે કેવડિયા લાવવામાં આવ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ અનેક આકર્ષણો ઉભા કરાયા છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પોહોંચવા માટે પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા ઉભી કરાઈ છે સી પ્લેન સુવિધા શરૂ થતાં ટુરિસ્ટ સી પ્લેન માં બેસીને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકશે તેની સાથે તેઓ આ ક્ષેત્રમાં બનેલા ટુરીસ્ટ પ્લેસને જોઈ શકશે પ્રધાનમંત્રી મોદી 31 ઓક્ટોબરના રોજ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનમાં બેસી કેવડિયા આવશે અને ભારત નું સૌપ્રથમ સી પ્લેન સુવિધા પ્રવાસીઓ માટે લોકાર્પણ કરશે આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે
……………………….
આગામી ૩૧ મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી.પ્લેન નું લોકાર્પણ કરશે : દિવસ માં ચાર વાર સી પ્લેન અમદાવાદ થી કેવડિયા આવશે
……………………….
તસવીર: જયોતિ જગતાપ રાજપીપળા