સગીરાનું અપહરણ કરી બળાત્કારની ફરિયાદ

ભુજ, તાલુકાના ભારાપરના યુવાને સગીરાનું અપહરણ કરી ત્રણ માસ સુધી દુષ્કર્મ? આચરતાં વાલીએ ફરિયાદ નોંધાવી છે. આ અંગે માનકૂવા પોલીસ મથકે સગીરાના વાલીએ ભારાપરના આરોપી અનિલ મહેશ્વરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપી અનિલ ત્રણેક માસ પૂર્વે તેઓના કાયદેસરના વાલીપણામાંથી સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હતો અને દહીંસરાની સીમમાં તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો. જેની ફરિયાદ નોંધાવી છે. માનકૂવા પોલીસે વિવિધ કલમો તળે ફરિયાદ નોંધી પીઆઈ શ્રી ચૌધરીએ તપાસ હાથ ધરી છે.