રાજપીપળા,તા.26
પીએમ મોદી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પર માં ભાગ લેવાના છે. ત્યારે તેમના આગમન નો કાર્યક્રમ તૈયાર થઈ ગયો છે. જેમાં 30 મી ઓકટોબરે એ બપોરે 3 કલાકે હેલિકોપ્ટર દ્વારા કેવડિયા ખાતે આવી પહોંચશે,બાદ તેઓ જંગલ સફારી પાર્કનું ઉદઘાટન કરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી મારફતે ભારત ભવન જશે.ત્યાંથી તેઓ સીધા એકતા મોલની મુલાકાત લઇ, ચિલ્ડ્રન નુટ્રિશન પાર્કનું ઉદઘાટન કરશે. ત્યાંથી યુનિટિ ગ્લો ગાર્ડન ઉદઘાટન કરી કેવડીયામાં જ રાત્રિ રોકાણ કરશે.
એક જ દિવસે તેઓ એકતા નર્સરી અને કેક્ટસ ગાર્ડન પણ મુલાકાત લે તેવી સંભાવનાઓ છે. 31 મી ઓક્ટોબરે સવારે તેઓ આરોગ્ય વનની મુલાકાત લઇ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલના ચરણોમાં વંદન કરી એકતા પરેડમાં સૈન્યના વિવિધ કરતબો નિહાળશે, સાથે સાથે તેઓ નવા આઈએએસ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરશે, એ બાદ તેઓ નર્મદા ડેમના તળાવ નંબર.3 ખાતેથી સી પ્લેન દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચશે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા