કૃષિબિલની સમજ આપવા ભાજપ ગામડાઓમાં ખાટલા બેઠકો કરશે*

કૃષિ સુધારા બિલ-2020 લોકસભા પસાર થયા બાદ દેશભરમાં ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે.પંજાબ સહિતના રાજ્યમાં તો ખેડૂત આંદોલન વધુ જલદ બન્યુ છે.એટલુ જ નહીં, કોંગ્રેસે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી કૃષિ બિલ પરત ખેંચવા ઉગ્ર માંગ કરી છે.ખેડૂતો વિપક્ષોની વાતોમાં ભરમાય નહીં તે માટે હવે ભાજપ સક્રિય બન્યુ છે. ગુજરાતમાં ગામડાઓમાં ખાટલા બેઠકો યોજી ખેડૂતોને કૃષિ સુધારા બિલ-2020ની સાચી માહિતી આપવા ભાજપે નક્કી કર્યુ છે. દેશભરમાં કૃષિ બિલનો વિરોધ થઇ રહ્યો છે.