અભિનેતા સુશાંતની આત્મહત્યાના આઘાતમાં હવે સુશાંતના પિતરાઇ ભાઇના પત્ની એટલે સુશાંતના ભાભીનું પણ મોત.

હાલમાં જ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતથી આઘાતમાં સરી પડેલા તેમના પરિવારમાં ફરી એક વાર દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. અભિનેતા સુશાંતની આત્મહત્યાના આઘાતમાં હવે સુશાંતના પિતરાઇ ભાઇના પત્ની એટલે સુશાંતના ભાભીનું પણ મોત થયું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે દિયર સુશાંતની આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ બિહારના પૂર્ણિયા સ્થિત પૈતૃક ગામમાં રહેતા ભાભી સુધાદેવીનું મોત થયું છે.