એ.સી.બી ની સફળ ટ્રેપ.

એ.સી.બી ની સફળ ટ્રેપ.

ફરીયાદી:- એક જાગૃત નાગરિક.

 

આરોપી:- (૧) ધવલભાઈ જંયતીભાઈ પ્રજાપતિ, ઉ.વ.28, ધંધો-વેપાર (ટ્રાન્સપોર્ટેશન),રહે.સુંદરપુરી, રબારીવાસ, ગાંધીધામ-કચ્છ.

(૨) જીતુભાઈ બટુકભાઈ ઝીંઝાળા, ઉ.વ.૩૨, ધંધો-નોકરી, વર્ગ-૨, આર.એફ.ઓ. (રેન્જ ફોરેસ્ટ ઓફીસર) રહે. ફોરેસ્ટ ઓફીસર ક્વાટર્સ, ફોરેસ્ટ કચેરી, ગાંધીધામ. મુળ વતન-રહે. વેળાવદર તા.તળાજા, જિ.ભાવનગર.

૧૪૨, ભુમી રેસીડેન્સી, ગળપાદર.

 

લાંચની માંગણીની રકમ:- રૂ.૧,૦૦,૦૦૦/-

 

લાંચની સ્વીકારેલ રકમ:- રૂ.૧,૦૦,૦૦૦/-

 

લાંચની રિકવર થયેલ રકમ: રૂ.૧૦૦,૦૦૦/-

 

ટ્રેપની તારીખ:-તા.૦૪/૦૭/૨૦૨૩.

 

ટ્રેપનું સ્થળ:- ફરિયાદીશ્રીના નિરવ એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં, એરપોર્ટ ચોકડી આગળ, ગાંધીધામ-કચ્છ.

 

ટુંક હકિકત:- ફરીયાદીશ્રીના મોટા બાપાના દીકરાની માલીકીનું નીરવ એન્ટરપ્રાઇઝ નામનું લાકડાનું ગોડાઉન ગાંધીધામ ખાતે ધરાવે છે. જે.બી.જીંજાળા, આર.એફ.ઓ, ગાંધીધામ નાઓ તેમના વચેટીયા ધવલભાઈ પ્રજાપતિ સાથે ફરિયાદીશ્રીના ગોડાઉન ખાતે રૂબરૂ મુલાકાત લઈ ગોડાઉનની અંદર પડેલ લાકડા(પેલેટ પેકીંગ મટીરીયલ) ગેરકાયદેસર લાવી વેચાણ કરતા હોવાનુ તથા વેચાણ કરવા માટે ફોરેસ્ટ ખાતાની પરમિશન લીધેલ ન હોવાનું જણાવી, જો ફરીયાદી આ બાબતે તેઓને વ્યવહાર પેટે લાંચના રૂપીયા ૧,૦૦,૦૦૦/- નહી આપે તો ફરીયાદીના લાકડાના ગોડાઉનમાં ગેરકાયદેસરના લાકડા રાખવા તેમજ વેચાણ કરવાના ગુના બાબતે કેસ દાખલ કરી ગોડાઉનને શીલ કરી દેવાનુ જણાવેલ. પરંતુ ફરીયાદીશ્રી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનું ગોઠવતાં આરોપી નં.૧.ધવલભાઇ પ્રજાપતિએ આરોપી નં. ૨. જે.બી.જીંજાળા(જીતુભાઇ આહીર) વતી રૂ.૧,00,000/લાંચ પેટે સ્વીકારી પકડાઈ ગયેલ અને આરોપી નં.૧ ધવલભાઇએ પંચો રૂબરૂ આરોપી નં.૨ જે.બી.આહિર આર.એફ.ઓને લાંચ બાબતે ટેલીફોનીક સંપર્ક કરતા આરોપી નં ૨ એ રૂ.૧,00,000/-ની લાંચ લેવા બાબતે સંમતી દર્શાવી ગુનો કરેલ છે.

 

નોંધ:- ઉપરોકત બન્ને આરોપીને એ.સી.બી.એ ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

ટ્રેપ કરનાર અધિકારી:-

 

શ્રી.ડી.બી.મહેતા, પોલીસ ઈન્સપેકટર એ.સી.બી. ફિલ્ડ-3, અમદાવાદ.

 

સુપરવિઝન અધિકારી:-

 

શ્રી એ.વી.પટેલ, મદદનીશ નિયામક, ફિલ્ડ-3, એ.સી.બી., અમદાવાદ.