નાયબ સિંહ સૈની હરિયાણાના આગામી મુખ્યપ્રધાન હશે, વિધાયક દળની બેઠકમાં અપાઈ મંજૂરી; સાંજે 5 વાગ્યે શપથ લેશે
હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની હશે. ચંદીગઢમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠક દરમિયાન આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી. સીએમ મનોહર લાલે પણ તેમને ફૂલનો ગુલદસ્તો આપીને અભિનંદન પાઠવ્યા છે. ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપે ચંદીગઢમાં ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક તરીકે અર્જુન મુંડા અને તરુણ ચુગ પણ હાજર હતા.