આજે આપણા ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો 🌹🌹જન્મદિવસ🌹

કઆજે આપણા ભાવનગરનો સ્થાપના દિવસ ભાવનગરનો 🌹🌹જન્મદિવસ🌹
આજે અખાત્રીજ ….
*અક્ષય તૃતીયા*
આપણું ભાવનગર
આપણાં સૌનું ભાવનગર
આવો સૌ સાથે મળી
ભાવ વંદના કરીએ..

ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે
અખાત્રીજના આજના શુભ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે
આજનું જે ગોળ બજાર છે ત્યાં
થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધ્યું …ભાવનગરના પાદર દેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે
ગ્રામ દેવી તરીકે ભગવતી રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે
ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે
આવા સુંદર મુહર્ત ભાવનગરની સ્થાપના કરવામાં આવી
સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગનું ભોજન કરાવવામાં આવ્યું …

સંવંત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજના દિવસે સ્થાપના કરી ..

ઇ.સ.૨૦૧૮-૧૭૨૩=૨૯૬

૨૯૬ મો…સ્થાપના દિવસ..
શુભ જન્મ દિવસ આવો સૌ સાથે મળી…ઊજવીઅે..

ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી એ ભાવનગરની સ્થાપના કરી …
તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું ..

સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીક …સ્થળ પસંદ કરવામાં આવ્યું..
આનું કારણ …મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બા‍ંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા …ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા…આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે જગ્યાની પસંદ કરવામાં આવી ..

આવો મિત્રો આજે આપણે
સુ-વિકસિત જૂના ભાવનગર રાજ્યની કેટલીક વાતો તાજી કરીએ

જૂના ભાવનગર રાજ્યની શક્ય તેટલી વાતો અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે .

ભાવનગર જૂના રાજ્યમાં રેલવે માર્ગ વાહન વ્યવહાર માટેના ધોરી માર્ગ બ્રિટિશ દરજ્જાના બંદરો એરપોર્ટ રેલવે ટેલિફોન એક્સચેન્જ ટપાલ ખાતું વિશાળ તળાવ પાણીની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અહીંયા સુપેરે સંપન્ન થયા છે આપણે સૌ જાણીને આનંદ થશે કે આજ કરતાં પણ વધુ વિકસિત ભાવનગર જૂનું રાજ્ય હતું ..
આજના ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે જૂની વાતોને માત્ર સંસ્મરણ કરીએ અને ભાવ વંદના કરીયે……..🙏🏼🙏🏼🌹🌹… ભાવનગરમાં સુપ્રસિદ્ધ ટેકરી પર આવેલું ભગવાન શંકર મહાદેવનુ મંદિર મહારાજા શ્રી તખ્તસિંહજી ના નામે તે તખતેશ્વર મહાદેવ દેવનું ઐતિહાસિક મંદિર આવેલું છે જ્યાં શ્રાવણ માસ સિવાઈ પણ અન્ય લોકો ખૂબ જ દર્શનાર્થીઓ જાય છે અને હવાખાવાનું સુપ્રસિદ્ધ સ્થળ છે અનેક ભાવનગરમાં મંદિરોમાંનું એક વડવા વખત નુ જુના દરિયાકિનારે ભગવાન શ્રી જગદીશ મંદિર આવેલું છે જે માત્ર ગુજરાત ખાતે એક જ છે અન્ય એક રાજસ્થાન ખાતે છે તેમજ અનેક ઈતિહાસીક મંદિરો આવેલા છે.
ઈ.સ.૧૮૫૧ ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી
ઇ.સ ૧૮૫૨ પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું …જે આગળ જતાં ઈ.સ ૧૯૨૨ માં બસોને સોળ પ્રાથમિક શાળાઓ હતી જેમાં કુમાર શાળા અને કન્યા છાત્રાલય કન્યા શાળાઓ અલગ અલગ રીતે હતી
ઈ.સ ૧૯૪૮ દરબારી પ્રાથમિક શાળાઓ ૩૪૨ અને ગ્રામ સુધારણા ફંડ સંચાલિત ૧૩૨ પ્રાથમિક શાળાઓ હતી
ઇ.સ ૧૮૫૬ માધ્યમિક શાળાઓની સ્થાપના
એંગ્લો વર્નાક્યુલર શાળાની સ્થાપના
ઈ.સ ૧૮૭૧ માધ્યમિક શાળાઓ મહુવા સિહોર કુંડલા બોટાદ અને તળાજા તે પાંચ પરગણાના શાળાઓની સ્થાપના કરવામાં આવી …
ઇ.સ ૧૮૮૫ ભાવનગર રાજ્યમાં બે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી

ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ..

ઇ.સ.૧૮૬૦ બ્રિટિશ બંદરનું દરજ્જો પ્રાપ્ત થયો…

ઇ.સ ૧૮૭૦ જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું

ઈ.સ.૧૮૭૪ માં ટેલિગ્રાફ ઓફિસની શરૂઆત કરવામાં આવી..

ઇ.સ.૧૮૭૨ બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું

રેલવે વિરમગામથી વઢવાણ સુધી લંબાવવામાં આવી આ બ્રોડગેજ લાઇન હતી ..

ઇ.સ.૧૮૭૭ થી ઇ.સ ૧૮૮૦ ભાવનગર ગોંડલ બોટાદ રેલવે લાઇનનું કામ તથા ભાવનગરથી વઢવાણ ગોંડલ ધોરાજી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવેલું

ઈ.સ ૧૮૮૧ ધોરાજી પોરબંદર રેલ્વે માર્ગ તૈયાર કરાયો એકવીસમી જાન્યુઆરીના રોજ ખુલ્લો મુકાયો

ઇ.સ.૧૮૮૪ સમગ્ર કાઠિયાવાડમાં સૌ પ્રથમ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી ..

પૂજ્ય મહાત્મા ગાંધી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે ..

ઇ.સ.૧૮૮૨ માં બાર્ટન લાઇબ્રેરી અને સંગ્રહસ્થાન અસ્તિત્વમાં આવ્યા ..

ઇ.સ.૧૮૮૩ માં ગુજરાતી માધ્યમની શાળાઓ ઉપરાંત એક ઉુદુ શાળાની શરૂઆત કરવામાં આવી ..

ઈ.સ ૧૮૮૫ સંસ્કૃત વેદ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું
પ્રાચીન ભારતીય ઋષિ સંસ્કૃતિ વેદોનું અધ્યયન માટે …

ઇ.સ.૧૮૯૨ માં ડોક્ટર બરજોરજી ના નેતૃત્વ નીચે
સર તખ્તસિંહજી હોસ્પિટલની શરૂઆત કરાઇ હતી…

ઇ.સ ૧૮૮૭-૮૮ દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ભાવનગરની મુલાકાત લીધી હતી

ઇ.સ. ૧૮૮૮ માં ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કરવા ..તાલુકો ધારી એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો

કાઠીયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી..
ઇ.સ ૧૮૯૨ થી આ સંસ્થા સ્વાધ્યાય સંસ્કાર પ્રસાર અને સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે આ સંસ્થા હાલમાં થિયોસોફિકલ લોજ તરીકે ઓળખાય છે..

ઇ.સ. ૧૮૯૭ થી ૧૮૯૯ છપ્પનિયા દુષ્કાળ માં રાહત કામની શરૂઆત ભાવનગરથી કરવામાં આવી.. હા સુંદર કામગીરી સમગ્ર મુંબઈ ઇલાકામાં સર્વશ્રેષ્ઠ રહી હતી ..

બોર તળાવનું નવીનીકરણ આ જ સમયમાં કરવામાં આવ્યું બોરતળાવની ડિઝાઇન મૈસુર સ્ટેટ
શ્રી વિશ્વેશ સુરૈયા જીએ કર્યું વિશ્વે સુરાજી ના નામે અત્યારે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવા મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી બોરતળાવ માનવ નિર્મિત આડબંધ પાળો બનાવીને બનાવેલું તળાવ છે..
માનવ નિર્મિત સુંદર મજાનું તળાવ છે તળાવના કાંઠે હવા ખાવાનો બંગલો જે આજે સુંદરવાસ નામે ઓળખાય છે તથા એક પાળા પર ભાવ વિલા પેલેસ નું નિર્માણ કરવામાં આવ્યું ….

આયુર્વેદને બળ આપવા આયુર્વેદિક કોલેજની રચના કરવામાં આવી

સર પ્રભાશંકર પટ્ટણીના નામે સાયન્સ કોલેજની રચના કરવામાં આવી
સર પ્રભાશંકર પટની સાયન્સ કોલેજ ..

મહારાજા સર ભાવસિંહજી પોલીટેકનીક કોલેજની રચના કરવામાં આવી..
ભાવનગર યુનિવર્સિટીના નિર્માણ માટે હજારો એકર જમીન આપવામાં આવી…

મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે વિક્ટોરિયા પાર્કના નામે ઓળખાય છે

ભારતભરમાં સૌ પ્રથમ રક્તપિતના દર્દીઓ માટે વિશાળ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું

ઇ.સ ૧૯૦૨ માં ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરવામાં આવી જે પાછળથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાય છે જે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં મર્જ થયેલ

ઈ.સ.૧૯૧૪ થી ૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌને પરિસ્થિતિથી વાકેફ રાખવા સૌપ્રથમ કવિ કાંતના સહાયથી ચોપાન્યુ બહાર પાડવામાં આવ્યું હતું …

ઇ.સ ૧૯૧૮ બે મહત્ત્વના પ્રગતિશીલ પગલાં ભાવનગર રાજ્યે લીધા હતા ભાવનગર મુન્સી પાલીટી સમિતિના સભ્યોની સંખ્યા વધારીને વીસ સભ્યો તથા દસ અધિકારી તથા ૮ અન્ય એમ મળીને કુલ આડત્રીસ સભ્યો ..પ્રજા પ્રતિનિધિ સભાની જાહેરાત કરવામાં આવી

ઇ.સ ૧૯૦૫ હરિજનો માટે રાજ્ય ખાસ શાળાઓ શરૂ કરી હતી શ્રી અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) બળવંતરાય મહેતા દેવચંદભાઇ પારેખ રતિલાલ સામાણી દ્વારા પ્રયાસથી ભાવનગર વરતેજ બોટાદ સાવરકુંડલા વગેરે સ્થળોએ હરિજનો માટે છાત્રાલયો અને સ્કૂલો શરૂ કરવામાં આવી

ઇ.સ ૧૯૦૬ શેઠ ત્રિભોવનદાસ ભાણજી જૈન કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી

ઈ.સ ૧૯૧૦ જૈનોનું પવિત્ર યાત્રાધામ પાલિતાણા માટે સિહોરથી પાલિતાણા રેલ્વે માર્ગ નાખવામાં આવ્યો

ઈ.સ ૧૯૧૩ બોટાદથી જસદણ રેલવે માર્ગ નાખવામાં આવ્યો

ઇ.સ ૧૯૧૬ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરની સ્થાપના ના ત્રણ આધારસ્તંભ સમાન નાનાભાઇ ભટ્ટ …શ્રી ગિજુભાઇ બધેકા શ્રી હરભાઈ ત્રિવેદી અા સંસ્થાના ૩ મુખ્ય આધાર સ્થંભ સમાન હતા

ઇ.સ ૧૯૧૮
શ્રી નંદકુંવરબા બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી નિરાધાર અને અનાથ બાળકોને ભણાવી
યોગ્ય ઉંમરે પરણાવી સમાજ વ્યવસ્થામાં સ્થિર કરવા ભાવનગર રાજ્ય એ જવાબદારી લીધી

ઈ.સ ૧૯૨૦ શ્રી ગણેશ વેશંપાયન ડોક્ટર પુરષોતમ કાણે ના પ્રયાસથી પ્રથમ વ્યાયામ શાળા શરૂ થઇ હાલમાં તે ગણેશ ક્રિડા મંડળના નામે ઓળખાય છે .
.
ઇ.સ ૧૯૨૨ ખેડૂત દેવા સમિતિની રચના કરવામાં આવી
ખેડૂતોને ઋણ મુક્ત કરવા..આ યોજના તળે ખેડૂતોનું રૂપિયા ૮૦ લાખનું દેવું માફ કરવામાં આવ્યું હતું ..

ઇ.સ ૧૯૨૪ કુંડલા તાલુકાના જુના સાવર ગામે ગ્રામ પંચાયતની પ્રથમ શરૂઆત કરવામાં આવી આમ ગ્રામ પંચાયતની શરૂઆત ભાવનગર રાજ્યએ પ્રથમ કરી હતી
ઇ.સ ૧૯૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું હતું

ઇ.સ ૧૯૨૫ ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી શ્રી મુક્તાલક્ષ્મી મહાવિદ્યાલય એની પ્રથમ સ્કૂલ છે

ઇ.સ ૧૯૨૯ માં ગ્રામ પંચાયત અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા…
પૂજ્ય મહાત્મા ગાંધીની સૂચનાથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય પદ છોડીને ભાઈ શંકર શિહોરી આ કામના પ્રથમ સેવક બન્યા
ના ગ્રામ સુધારણા ફંડનો અમલ કરવામાં આવ્યો

ઈ.સ ૧૯૩૨ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી
અંધ બાળકોને શિક્ષણ દ્વારા સ્વરોજગારી અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સંસ્થાનું નિર્માણ જૂના કાઠિયાવાડમાં સૌપ્રથમ ભાવનગરમાં થયું

ઈ.સ.૧૯૩૫-૩૬ સમગ્ર ભારત વર્ષમાં સૌપ્રથમ ટેલિફોન એક્સચેન્જ સ્વયં સંચાલિત શરૂ કરવામાં આવ્યું …૨૦૦ સૌપ્રથમ જોડાણ આપવામાં આવ્યું

ઈ.સ ૧૯૩૮ ભાવનગર ખાતે હવાઇ મથક એરપોર્ટનું નિર્માણ થયું ..

ઇ.સ ૧૯૩૮ લોક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓની સ્થાપના શ્રી નાનાભાઇ ભટ્ટ

ઇ.સ ૧૯૩૮ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને મરનારની સ્થાપના શ્રી મનુભાઇ પંચોળી દર્શક ની સહાયથી શરૂ કરવામાં આવી જે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શાખા તરીકે આબલા માં ગ્રામ દક્ષિણા મૂર્તિની સ્થાપના થઈ…

ઇ.સ ૧૯૩૯ ઘરશાળા સંસ્થાની સ્થાપના પ્રખર કેળવણીકાર શ્રી હર ભાઇ ત્રિવેદીએ ભાવનગર મુકામે રહેણાંકીય શાળા તરીકે કરી .

ઈ.સ ૧૯૪૩ માં ગ્રામ પંચાયતના કાયદાઓ સુધારીને બનાવવામાં આવ્યા
ઇ.સ ૧૯૩૨ માં બીએસસી સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ કરવામાં આવ્યા

ઇ.સ ૧૯૩૯ રાજે પ્રજાની જવાબદાર તંત્રની ધારાસભા આપવાની જાહેરાત કરી

ઇ.સ ૧૯૪૧ માં આઝાદી પહેલા ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો
જે ભાવનગર રાજ્યએ
સૌપ્રથમ પહેલ કરી હતી
હાલમા જ 2019 2020 માં કેન્દ્ર સરકારે ભાવનગર રેલ્વે સ્ટેશન નું નવિનીકરણ કર્યું અને ભાવનગર મહાનગર પાલિકાએ શહેર ગંગા જળીયા તળાવનું નવીનીકરણ કર્યું છે
ઈ.સ ૧૯૪૭ ભારત આઝાદ થતાં ભાવનગર હિન્દી સંઘમાં તારીખ ૧૫/૦૧/૧૯૪૭ રોજ જોડાયું ..
આમ સૌપ્રથમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજા
સર કૃષ્ણકુમાર સિંહજીએ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના વડપણ તળે ભાવનગર રાજ્ય સૌપ્રથમ આપી હિન્દી સંઘને મજબૂત બનાવવાની પહેલ કરી હતી 🌹 હાલમાં ભાવનગર રેલ્વે સ્ટેશન નુ નવીનીકરણ કરવામાં આવેલ છે અને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની વચ્ચે ગંગાજળિયા તળાવ નું નવીનીકરણ કરેલું છે
ભાવનગર આપણાં સૌનું
આવો સૌ સાથે મળી
વિકસિત ભાવનગર ની કેડીઓ કંડારી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવનગર રાજ્યનો શુભ જન્મદિવસ સાચી રીતે ઉજવીએ..
આવો સૌ સાથે મળી ભાવનગરના વિકાસ માટે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીએ …
બસ એ જ અભ્યર્થના
આપણે સૌ ભાવનગર વાસીઓને ભાવનગર સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
લિ. બ્રહ્મભટ્ટ🌹 શ્રી નવિનરાણા કલાનગરી🌹 ભાવનગર🌹
જય હો ભાવેણા શહેર.🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ..