*ઓક્ટોબરથી છૂટક મીઠાઈઓ પર એક્સપાઇરી ડેટ લખવી પડશે*

નવરાત્રી અને દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે હવે મીઠાઈઓના વેપારીઓએ છૂટક મીઠાઈ વેચતી વખતે બોક્સ પર બેસ્ટ બી ફોર લખવું પડશે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી તેઓએ વધુ સ્ટાફ રાખવો પડશે અને ગ્રાહકો જાતે ચાખીને લઈ જતા હોય તો બેસ્ટ બી ફોર લખવાનો કોઈ મતલબ નથી