નર્મદા જિલ્લામાં હથિયારબંધીનો અમલ જારી. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નું જાહેરનામું.

રાજપીપળા, તા. 24
નર્મદા જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર જાહેર શાંતિ અને સલામતી માટે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૧૬ મી સપ્ટેમ્બર ૨૦ ના રોજથી તા. ૩૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ ૨૪ કલાક સુધીના નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હથિયારબંધી નો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, છરા, લાકડી કે લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું બીજું કોઇ પણ સાધન સાથે લઇ જવું નહિં. કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાના કે ધકેલવાના યંત્રો અથવા સાધનો લઇ જવા નહિ, એકઠા કરવા નહિ, અથવા તૈયાર કરવા નહિં. મનુષ્યોવ અથવા શબો અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહિ. અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહિ, અશ્લિલ ગીતો ગાવા નહિ અથવા ટોળામાં ફરવું નહિ. જેનાથી સુરૂચિ નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહિ, તેવા હાવભાવ કરવા નહિ અથવા તેવા ચિત્રો, પત્રિકા, પ્લેુકાર્ડ અથવા બીજા કોઇપણ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવી નહિ, બતાવવી નહિ, તેનો ફેલાવો કરવો નહિ. આ જાહેરનામામાં કોઈપણ ખંડ નો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને દંડ અને સજા પાત્ર ઠરશે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા