ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો.
કરજણ ડેમની સપાટી 114. 21 મીટરે પહોંચી.
કરજણ ડેમ 94.35 % ભરાતા કરજણ ડેમ હાઈએલર્ટ સ્ટેજ પર મુકાયો.
કરજણ ડેમના બે ગેટ ખોલી એમાંથી 2198 ક્યુસેક પાણી છોડાયું.
રાજપીપળા, તા.24
નર્મદા જિલ્લામાં ગઇકાલે પણ ઉપરવાસમાં સતત ભારે વરસાદ કરતાં કરજણ ડેમમાં પાણીની આવક વધવા પામી હતી.જેને કારણે બીજે દિવસે આજે કરજણ ડેમમાં પાણીની આવક ચાલુ રહેતાં ડેમ સત્તાવાળાઓને કરજણ ડેમના બે ગેટ ખોલવાની ફરજ પડી હતી. જેમાં કરજણ ડેમની સપાટી રૂલ લેવલ 114.20 મીટર કરતા વધીને 114. 21 મીટર પહોંચી જતા કરજણ ડેમના 2 અને 4 નંબરના 0.20 મીટર ઊંચા કરી બે ગેટ ખોલી તેમાંથી 2198 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
જેને પગલે કરજણ ડેમમાં હાલ 94.35 % ભરાઈ જતા કરજણ ડેમને હાઈ એલર્ટ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે.હાલ કરજણ ડેમમાં 5410 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી મહાલના જણાવ્યા અનુસાર ઉપરવાસની બે ગામની નદીઓ ફૂલવાડીની કરજણ નદીની સપાટી અને ઘાટોલીમાં ભારે વરસાદને કારણે નદીની સપાટી વધારો થતાં કરજણ ડેમમાં પાણીની આવક 5410 ક્યુસેક થવા પામી હતી, જેને પગલે ડેમની સપાટી વધીને આજે 114.21 મીટરે પહોંચી ગઈ હતી.
ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ 484.28 મિલિયન ઘન મીટર , અને ગ્રોસ સ્ટોરેજ 508.29 મીટર નોંધાયો છે.બે ગેટ માંથી હાલ 2198 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. એ ઉપરાંત સ્મોલ હાઈડ્રો પાવરમાં વીજ ઉત્પાદન માટે 362 પાણી ડિસ્ચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ 2560 ક્યુસેક જળરાશિ છોડવામાં આવી છે.સ્મોલ હાઈડ્રો પાવરના બંને વિજ યુનિટો હાલ ચાલુ છે. જેમાંથી પ્રતિદિન 72000 યુનિટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા