*હલકી ગુણવત્તાના સેનેટાઈઝર આપનારી કંપની સામે જરૂરી કડક કાર્યવાહી કરવા સૂચના*

ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝરની ગુણવત્તા હલકી કક્ષાની હોવાની મળેલી ફરિયાદો સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસને આપવામાં આવેલા સેનીટાઇઝર હલકી ગુણવત્તાના હોવાની જાણ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી જે અનુસંધાને તાત્કાલિક અસરથી તમામ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ સેનીટાઇઝર નો ઉપયોગ અટકાવવા જરૂરી સૂચના આપી દેવામાં આવી હતી એટલું જ નહીં આ કંપની સામે પણ જરૂરી કડક કાર્યવાહી કરવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.