*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસે નવા માળખાની જાહેરાત*

ચૂંટણી પહેલાં કોંગ્રેસે નવા માળખાની જાહેરાત કરી છે. ગુજરાત મહિલા કોંગ્રેસનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે ગાયત્રી બા વાઘેલાને યથાવત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસે 9 ઉપપ્રમુખ જાહેર કર્યા છે.મહિલા કાંગ્રેસનું નવું માળખું ગાયત્રીબા વાઘેલા પ્રમુખ પદે યથાવત ૯ ઉપપ્રમુખ જાહેર ૧૭ જનરલ સેક્રેટરી પદે નિમાયાં ૯ સેક્રેટરી તરીકે નિમણૂંક ૩૩ જિલ્લાના મહિલા પ્રમુખ પણ જાહેર ૮ મહાનગરોમાં પણ મહિલા પ્રમુખની જાહેરાત 33 જિલ્લાના મહિલા પ્રમુખો પણ જાહેર જેમાં 17 મહિલાઓને ગુજરાત મહિલા કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે. જ્યારે 9 મહિલાઓને ગુજરાત મહિલા કોંગ્રેસમાં સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઈ છે. 33 જિલ્લાના મહિલા પ્રમુખો પણ જાહેર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત 8 મહાનગરોમાં પણ મહિલા પ્રમુખની જાહેરાત કરાઈ છે.