હજુ પણ ઘણા બધાલોકો રાજકીય પક્ષોના ઓથા હેઠળ સમાજના નિર્દોષ માણસોને ડરાવવાનું અને ધમકાવવાનું કાર્ય કરી
રહ્યા છે -સાંસદ મનસુખ વસાવા
આવા તત્વોની સામે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે.
મોવી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પર હુમલા ખોરો પોલીસ ફરિયાદ દાખલ કર્યાના ૧૦ દિવસ થવા આવ્યા છતાં પણ આ માથાભારે વ્યક્તિઓ ની પોલીસ ધરપકડ કરી શકી નથી-સાંસદ મનસુખ વસાવા
તંત્રમાં પરિવર્તન નહિ આવે ત્યાં સુધી આ કાયદો માત્ર કાગળ સુધી જ
રહેવાનો છે.
રાજપીપલા તા 25
ભરૂચના ભાજપી સાંસદ સાંસદ મનસુખ વસાવાએમુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખીને ફરિયાદ કરી છે કે, ગુજરાતમાં રાજકીય પક્ષોના ઓથા હેઠળ નિર્દોષ માણસોને ડરાવવા ધમકાવવાનું જે કાર્ય કરી રહ્યાં છે એની સામે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે. જેના લીધે સમાજમાં ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે.સાંસદ મનસુખવસાવાએ
મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવી પોતાની જ સરકાર ના પોલીસ તંત્ર ની કામગીરી સામે સવાલો ઉઠાવતા પોલીસબેડા મા ખળભળાટ મચી ગયો છે .તેમણે પોલીસ તંત્રની કામગીરી સામે આક્ષેપ કરતા જણાવ્યુ છે કે
સરકાર સંવેદનશીલ સરકાર છે તથા રાજ્યનો વિકાસ પણ ખુબ
જ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યો છે. તેને કોઈપણ નકારી શકે તેમ નથી, ગુજરાતમાં કાયદો અનેસલામતી માટેની કામગીરી પણ ઉત્તમ પ્રકારની છે.
આપણી રાજ્ય સરકારે ગુંડાધારાનો કાયદો બનાવીને
અસામાજીક તત્વોમાં ખૂબ જ ડર પેદા કર્યો છે. તે સ્વીકારવું પડે તેમ છે. પરંતુ સાહેબ હજુ પણ ઘણા બધાલોકો રાજકીય પક્ષોના ઓથા હેઠળ સમાજના નિર્દોષ માણસોને ડરાવવાનું અને ધમકાવવાનું કાર્ય કરી
રહ્યા છે અને આવા તત્વોની સામે પોલીસ નરમ વલણ અપનાવી રહી છે. જેના કારણે સમાજમાં આવા
તત્વોનો એક પ્રકારનો ડર ઉભો થયો છે.
એવો એક દાખલો ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની મોવી ત્રણ રસ્તા ચોકડીની હદ પાસે આવેલ
વિશાળ ગેરકાયદેસર શોપિંગ સેન્ટર કોઈપણ જાતની મંજુરી લીધા વિના માર્ગ હાઇવેના નિયમોનું
ઉલ્લંઘન કરી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તે બાબતની જાણ અગાઉ સરકારમાં તથા જિલ્લા
વહીવટીતંત્રને આવેદનપત્રના રૂપમાં આ વિસ્તારના આગેવાનોએ આપી જાણ કરેલી, તેના ભાગરૂપે
કરાઠા મોવી ગ્રામ પંચાયતના મહિલા સરપંચએ તેમની ટીમ સાથે આ શોપીંગ સેન્ટરના માલિકને નોટિસ
બજાવવા માટે ગયા, તો આ મહિલા સરપંચની સામે કેટલાક રાજકીય પાર્ટીના આગેવાનો ૧૦ થી ૧૫
લોકો હથિયારો સાથે ફોરવીલર ગાડીમાં આવીને આ મહિલા સરપંચને ધક્કો મારીને પાડી દીધા અને
પોતાની જાતને માથાભારે ગુંડા હોવાની ઓળખ આપી જાહેરમાં બેફામ ગાળો આપી હતી. જે બાબતની
પોલીસ ફરિયાદ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.
પરંતુ પોલીસ ફરિયાદ દાખલ કર્યાના ૧૦ દિવસ થવા આવ્યા છતાં પણ આ માથાભારે વ્યક્તિ તથા
તેમના સાગરીતોની પોલીસ ધરપકડ કરી શકી નથી અને પોલીસ આરોપીને પકડવાને બદલે તેમનાઆગોતરા જામીન લાવવા ગુનેગારોને સમય અને માર્ગદર્શન આપી રહી છે અને નેત્રંગ તાલુકાનું
વહીવટીતંત્ર પણ ગેરકાયદેસર રીતે શોપિંગ સેન્ટર બાંધવામાં આવા તત્વોને મદદ કરી રહેલ છે.
સરકારશગુંડાઘારો તથા દારૂબંધીનો કડક કાયદો ગમે તેટલો
મજબૂત બનાવે. પરંતુ આ નીચેના તંત્રમાં પરિવર્તન નહિ આવે ત્યાં સુધી આ કાયદો માત્ર પેપર સુધી જ
રહેવાનો છે. તેથી આ મોવી ચોકડી ત્રણ રસ્તા પાસેનું ગેરકાયદેસર શોપિંગ સેન્ટર જે પરવાનગી વગર
બનાવવામાં આવ્યું છે, તેને દૂર કરવામાં આવે અને મહિલા સરપંચ પર હુમલો કરનાર પોતાની જાતને
ગુંડા તરીકે પ્રસ્થાપિત કરનાર ઈસમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી
કરવા આવે તેવી મુખ્ય મંત્રીને લેખિત રજૂઆત કરતા ચકચાર મચી જવા પામી છે
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા