દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 90 હજારથી વધુ કેસ સામે આવ્યા

દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. આ સંખ્યા વિશ્વમાં સૌથી વધુ એક દિવસના કેસની છે. કોરોના મહામારીની વચ્ચે ડેન્ગ્યુ અને મલેરિયાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે.
દેશમાં વધ્યું કોરોના સંક્રમણ
હવે ડેન્ગ્યુ અને મેલેરિયાના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે
ડોક્ટર્સ આ લક્ષણો દેખાતા અનુભવી રહ્યા છે ચિંતા
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે અન્ય તરફ ડોક્ટર્સની સામે એક નવી મુશ્કેલી સર્જાઈ રહી છે. દિલ્હીની 2 હોસ્પિટલમાં ડોક્ટરની સામે કોરોનાની સાથે દર્દીમાં ડેન્ગ્યૂ અને મેલેરિયાના લક્ષણો જોવા મળતાં ચિંતા ફેલાઈ છે. આ બમણી બીમારીથી ડોક્ટર્સ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
દર વર્ષે મચ્છરોથી ફેલાતી બીમારીની સંખ્યા વધે છે. એવામાં દિલ્હીની હોસ્પિટલમાં સરકારની સામે નવી મુસીબત આવી છે. જ્યાં એક તરફ લોકોને કોરોનાથી બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યાં અન્ય તરફ મેલેરિયા, ડેન્ગ્યૂ અને લેપ્ટોસ્પાયરોસિસનું સંક્રમણ સામે આવી રહ્યું છે.

દિલ્હીમાં ડોક્ટર્સની વધી ચિંતા, દર્દીનું થયું મોત

દિલ્હીમાં જોવા મળી રહ્યું છે કે કોરોના પોઝિટિવ દર્દીઓમાં મેલેરિયાના લક્ષણ જોવા મળ્યા છે એવામાં એક જ દર્દીમાં 3 પ્રકારના સંક્રમણ મળ્યા બાદ તેને બચાવવાનું મુશ્કેલ બન્યું હતું. પહેલાં કોરોના ટેસ્ટ કરાયો અને તેની સારવાર શરૂ કરાઈ. બાદમાં દર્દીને ડેન્ગ્યુ અને મેલેરિયા હોવાથી તેની સારવારમાં મુશ્કેલી વધી અને તેનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે ભારત દુનિયામાં કોરોના સંક્રમિત દર્દીના કેસમાં બ્રાઝિલને પાછળ છોડીને બીજા નંબરે પહોંચ્યું છે. ભારતમાં અત્યારે 41 લાખ 13 હદાર 811 કેસ આવી ચૂક્યા છે. જ્યારે 70 હજારથી વધારે લોકોના મોત થયા છે.