*સી આર પાટીલનો ભાવનગર, અમરેલી, બોટાદનો પ્રવાસ રદ્દ*

સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય આગામી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ ગોઠવાયો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે, એકાએક રદ્દ થવા પાછળ કોવિડની ગાઈડલાઈનના ઉલ્લંઘનનું કારણ હોવાનું ભાજપ કાર્યકરો માની રહ્યા છે.