*યુપીમાં કોરોના+વરસાદનો કહેર 28 લોકોના મોત*

હાલ સમગ્ર દેશ અને દુનિયા કોરોના વાયરસની સામે લડી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશની જનતા વરસાદ સામે લડી રહી છે. યુપીમાં વાદળાઓ કહેર બનીને તૂટી પડ્યા હતા.સાંજે સુધીમાં કુલ 28 લોકોના મોત થઈ ગયા છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.ઉત્તર પ્રદેશમાં વિેતેલા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે સાથે અહીં વિજળી પણ પડી હતી.પ્રશાસન તરફથી જાહેર કરાયેલા આંકડાઓ જોઈએ તો વિજળી પડવાથી અત્યાર સુધીમાં 28 લોકોના મોત થઈ ગયા છે