આમ આદમી પાર્ટી સાગબારાની કચેરીઓમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ઓક્સિમીટર દ્વારા ઓક્સિજનની તપાસ શરૂ કરાઇ.
રાજપીપળા,તા.2
આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા સાગબારા મામલતદાર અને દેડીયાપાડા માર્ગ-મકાન વિભાગના ઇજનેરને અને નર્મદા જિલ્લામાં મુખ્ય રસ્તાઓ ઉપર તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે ગાંધીગીરી કરી હતી. તેની સામે વરસાદ બંધ થતાં હવે ખાડાઓ પૂરવાનું કામ શરૂ થયું છે. તેથી 3 સપ્ટેમ્બરનું આમ આદમી પાર્ટીનું રસ્તા રોકો આંદોલન મુલતવી રખાયું છે.
જ્યારે દ્વારા તમામ લોકોનું ઓક્સિજન તપાસ કરી કોરોના સામે મૃત્યુ દર ઘટાડવાની ઝુંબેશ સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.જે અનુસંધાને સાગબારા તાલુકાની સરકારી કચેરીએ જઈ સાગબારા મામલતદાર તથા માર્ગ મકાન વિભાગના દેડિયાપાડાના ઇજનેરનો ઓક્સિજન લેવલ તપાસી વિવિધ કચેરીઓમાં કામ કરતાં સરકારી કર્મચારીઓનો પણ ઓક્સિજન લેવલ ની તપાસ કરવામાં આવી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા