નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૩૮ પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૩૮ પોઝિટિવ કેસ નોંધાયા

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૩ દરદીઓને આજે રજા અપાઇ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૩૨ દરદીઓ

રાજપીપલાતા28

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ કોરોના વાયરસના જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૨૮ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦ સહિત કુલ-૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૩ દરદીઓને આજે રજા અપાઇ છે આમ, હોમ આઇસોલેશનમા ૧૪૧ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૩૨ દરદીઓ, રાજપીપલાની કોવિડ કેર સેન્ટર ખાતે ૩૫ અને પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ૫૪ દરદીઓ સહિત કુલ-૨૬૨ દરદીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૪૮૯ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૭૦ સહિત કુલ-૧૫૫૯ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૮ મી એપ્રિલ, ૨૦૨૧ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૪૮,૩૫૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના-૩૮ દરદીઓ, તાવના-૩૬ દરદીઓ, ઝાડાના ૪૧ દરદીઓ સહિત કુલ-૧૧૫ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૧૦૦૨૪૯૧ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૯૦૪૭૧૫૦ લોકોને વિતરણ કરાઇ છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપ