નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્રને પૂછતાછ દરમિયાન સુરેશને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયો.
હાજર તબીબોએ સુરેશને મૃત જાહેર કર્યો હતો.
સુરેશના મૃતદેહને ત્યાંથી સીધો જ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો.
પ્રાંત અધિકારી કે.ડી.ભગત, ડિવાયએસપી રાજેશ પરમાર તથા રાજપીપળા ટાઉન પીઆઈ ઘટના સ્થળે દોડી આવ્યા.
તબીબોના મતે મોતનું ચોક્કસ કારણ જાણવા સુરેશના મૃતદેહને સુરત ફોરેન્સિક પીએમ માટે મોકલી અપાયો.
રાજપીપળા, તા. 23
રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર પાસે મજૂરી કામે કેમ ન આવ્યો તેમ પૂછતાં યુવાને હથોડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.નાંદોદ તાલુકાના ભુછાડ ટેકરી ખાતે રહેતા હસમુખભાઇ શંકરભાઈ વસાવા,મિત્ર વિજયભાઇ તથા તેની પત્ની ઉર્મીલાબેન સાથે રાજપીપળા હરસિધ્ધી માતાના મંદિર સામે ખુલ્લા કંપાઉન્ડમાં બેઠા હતા.તે વખતે નર્મદા જિલ્લા પોલીસના નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર સુરેશ સૂપડુભાઈ મોરે એ તુ કેમ અમારી સાથે મજુરી કામે ન આવ્યો એમ કહી હથોડી માથામાં મારી અને જાનથી મારવાની ધમકી આપી હતી. આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં સુરેશ અને તેની સાથેના એક યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
હવે આ જ ગુનાની તપાસને લઈને રાજપીપળા સુરેશ સૂપડુભાઈ મોરે ની અટકાયત કરી હતી. નિયમ મુજબ એના કોરોના ટેસ્ટની રાહ જોવાઈ રહી હતી.ત્યારે પૂછતાછ દરમિયાન સુરેશને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા એને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. ત્યાં હાજર તબીબોએ સુરેશને મૃત જાહેર કર્યો હતો. સુરેશના મૃતદેહને ત્યાંથી સીધો જ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો હતો.
દરમિયાન ત્યાં નાંદોદ પ્રાંત અધિકારી કે.ડી.ભગત, ડીવાયએસપી રાજેશ પરમાર તથા રાજપીપળા ટાઉન પીઆઈ સહિત અન્ય અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ તમામ અધિકારીઓએ પણ યુવાન ના મૃતદેહની તપાસ કરી હતી.એ બાદ પીએમની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે મૃતક સુરેશ સૂપડુભાઈ મોરેના મૃતદેહ પર કોઈ જ ઈજાના નિશાન ન દેખાતા પેનલ પીએમ કરવા આવેલા તબીબોએ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમનો આગ્રહ રાખ્યો હતો. બાદ તુરંત 2 પોલીસ જવાનોના બંદોબ્સત સાથે સુરેશ સૂપડુભાઈ મોરેના મૃતદેહને સુરત ખાતે ફોરેન્સિક પીએમ માટે મોકલી અપાયો હતો.
રાજપીપળા પોલિસ મથકમાં પૂછતાછ માટે લવાયા બાદ બનેલી આ ઘટનામાં કોઈ વિવાદ પેદા ન થાય એ માટે એનું વિડીયોગ્રાફી સાથે ડોકટરોની પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવાનું નક્કી કરાયું હતું. પણ અચાનક નિર્ણય કેમ બદલાયો એ ચર્ચાનો વિષય છે. નર્મદા ડીવાયએસપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે રાજપીપળા પોલિસ મથકમાં પૂછતાછ માટે જ્યારે સુરેશને લવાયો દરમિયાન એનું હાર્ટનો પ્રોબ્લેમ હતો, અગાઉ એનું એક ઓપરેશન પણ થયું હતું. તબીબોના મતે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સુરેશના મૃતદેહને સુરત ખાતે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલી અપાયો છે.પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે.
રાજપીપળા પોલીસ મથકમાં આરોપી સુરજભાઈ ઉર્ફે સુરે ભાઈ સુપડુભાઈ મોરે (રહે, રાજપીપળા દશામાતાના મંદિર પાસે) જૂનામાં વિધિવત ધરપકડ કરવાની હોય પરંતુ ગુજરાતના હાઈ કોર્ટની ગાઇડલાઇન મુજબ ગુનાના કામે વિધિવત ધરપકડ કરતાં પહેલા આરોપીનો કોવિદ 19 ટેસ્ટ કરાવવાનો હોય ઘણા સમયથી દારૂ પીવાની લતે ચઢી જતા, ફેફસાં તથા કિડનીમાં બીમારી લાગવાથી તેઓને કિડનીની બીમારીના કારણે દુખાવો થયો હોવાનું જણાવતા તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે સરકારની ગાડીમાં લઈ જતાં હોસ્પિટલમાં મરણ થયેલ હોવાનું જાહેર કરેલ.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા