ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ શ્રદ્ધાળુઓએ કરી કારસેવા.
મોટા પથ્થરો રાખીને ધોવાણ અટકાવવાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પહોંચ્યા.
મોટા પથ્થર અથવા સિમેન્ટના રબલ અથવા બ્લોક ની સત્વરે વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેકટરને ગરુડેશ્વર દત્ત સંસ્થા તરફથી માગણી કરાઈ.
વરસાદ બાદ તાત્કાલિક પ્રોટેક્શન દીવાલ બનાવવાની માંગ.
રાજપીપળા, તા. 2
નર્મદા ડેમના પાણી નર્મદા નદીમાં છોડાયા બાદ દત્ત મંદિર ખાતે આવેલ નર્મદે શ્વર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયા,બાદ ગરુડેશ્વર માં વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિ અડધી દિવાલ પણ પાણીમાં ગરકાવ થઇ જવા પામી હતી.
નર્મદા મૈયાના રોદ્ર સ્વરૂપએ ગરુડેશ્વર ખાતે દત્ત મંદિરનો ઓવારોના વધુ ભાગ તેમજ આસપાસની મિલકતો પાણીમાં ગરકાવ થઇ જતા અવધૂત કુટીરએની પાછળની સંત કુટીર નીચેની માટીનું ધોવાણ થયું હોવાથી કુટિરની દીવાલને મોટું નુકસાન થયું છે, કુટિરની નજીકના ભક્ત નિવાસ ની દીવાલ ને પણ મોટું નુકસાન થયું છે.વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દિવાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સમાધિ મંદિર પૂર્ણપણે પાણી જતું રહે તેવી સ્થિતિ હોવાથી તાત્કાલિક તેના સંરક્ષણ માટે સમાધિની આજુબાજુની જગ્યામાં મોટા મોટા પથ્થરો ભક્તજનો દ્વારા નાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મેટલના મોટા પથ્થર અથવા સિમેન્ટના રબલ અથવા બ્લોકની સત્વરે વ્યવસ્થા કરવાની માટે જિલ્લા કલેકટરને ગરુડેશ્વર દત્ત સંસ્થાના તરફથી માગણી કરવામાં આવી છે.તેની સાથે સાથે વરસાદ બાદ તાત્કાલિક પ્રોટેક્શન દિવાલ બનાવી આપવાનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બીજી તરફ ભક્તજનોએ સ્વામી મહારાજની પ્રાર્થના કરી આ સંકટ નિવારવા માટે વિનંતી શરૂ કરી દીધી છે.નદીના સામા કિનારે આવેલ ઇન્દ્રવર્ણા મંદિરનું પણ ધોવાણ થઈ ગયું હોવાથી તેની હાલત પણ કફોડી થઈ ગઈ છે.સોમવારે આ સ્થળે જ નર્મદેશ્વર મહાદેવ વહી ગયું હતું,તેની સાથે અન્ય ઇમારતો પણ તણાઇ ગઇ હોવાનું બહાર આવ્યું છે.રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા