હવે ગેરકાયદેસર જમીન પચાવી તો ગયા કામથી…ભુમાફિયાઓ સાવધાન.. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટને કેબિનેટની મળી મંજૂરી..વાંચો વધુ….

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી રજૂ કરવાનો સખ્ત કાયદો-ખરડો પસાર કરવાનો નિર્ણય લીધો છે.

બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગેની દરખાસ્ત રજૂ કરી જેને કેબિનેટે પસાર કરી છે. વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહેલા દેશમાં હરણફાળ ભરનાર રાજ્ય તરીકે ગુજરાત દેશ-દુનિયાના રોકાણકારો, ઊદ્યોગો, વેપાર-રોજગાર માટે સૌથી સારું રોકાણ કારક અને જમીન ખરીદવાની તક બન્યું છે. છેલ્લા બે દાયકામાં ગુજરાત રાજ્યના વિકાસને લીધે રાજ્યમાં આર્થિક, સામાજીક અને વ્યાપારી અને ખેતીવાડીની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો છે.

આ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રેસ કૉન્ફરન્સ યોજીને પત્રકારોને માહિતી આપી હતી કે રાજ્યમાં ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ને મુખ્યમંત્રીએ પ્રસ્તાવિત કર્યો હતો અને આ કાયદાને કેબિનેટે મંજૂરી આપી છે. સરકારે ભૂમાફિયાઓ પર અંકૂશ લાદવા માટે આ કાયદો ઘડ્યો છે જેના માટે કેબિનેટ દ્વારા તેની મંજૂરી આપી દીધી છે હવે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાનું ભુમાફિયાઓ માટે સરળ નહીં બની રહે.