અમદાવાદ
અમદાવાદમાં મહિલા પત્રકાર સાથે ઝપાઝપી..
અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે સિક્યુરિટી સ્ટાફ દ્વારા મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર અને ઝપાઝપી કરવાની ઘટના સામે આવી છે જેને લઈ પત્રકાર આલમમાં ઘોર નિંદા જોવા મળી હતી.
અમદાવાદ ખાતે આવેલ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોથી ઘેરાયેલી જોવા મળતી હોય છે. ત્યારે ફરી અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે અને સિવિલ હોસ્પિટલની તાનાશાહી સામે આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં કવરેજ કરવા ગયેલા મંતવ્ય ન્યૂઝના મહિલા પત્રકાર માનસી પટેલને રોકવામાં આવ્યા હતા એટલું જ આ મહિલા મીડિયા કર્મી સાથે હાથાપાઇ કરી ઝપાઝપી પણ કરવામાં આવી.
આ અંગે મળતી માહિતી મુજબ મંતવ્ય ન્યૂઝ ચેનલના મહિલા રિપોર્ટર માનસી પટેલ અને તેમની સાથે કેમેરામેન નીતિન બગડા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની હાલત અંગે કવરેજ કરવા પહોંચ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં તૈનાત બાઉન્સરોએ ગેરવર્તણુક કરી.સાથે જ આ બાઉન્સરો દ્વારા કેમરામેનનો કેમેરો છીનવી લેવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ મંતવ્ય ન્યૂઝના મહિલા રિપોર્ટર માનસી પટેલને બાઉન્સરોએ હાથ પકડી ધક્કામુક્કી સાથે બહાર કાઢી મૂકયા હતા જેને લઈ સિવિલ હોસ્પિટલ સામે હવે આ અંગે અનેક સવાલો ઉભા થયા તદ્દન લુખ્ખી દાદાગીરી સિવિલ હોસ્પિટલના બાઉન્સરો દ્વારા મંતવ્ય ન્યૂઝના મીડિયાકર્મીઓ સાથે કરવામાં આવી. આ સમગ્ર બાબતની જાણ તાત્કાલિક સિવિલ સુપ્રીડેન્ટને થતા તેમને આ બનાવ અંગે દિલગીરી વ્યક્ત કરી હતી.
તો બીજી તરફ સિવિલ કર્નલ દ્વારા કવરેજ માટે ચિઠ્ઠી લઈ આવવાનું તઘલખી ફરમાન જારી કરાતા પત્રકારો પ્રત્યે આવુ વલણ ઘોર અપમાન સમાન જોવા મળી રહ્યો છે. જોકે સિવિલ હોસ્પિટલનું આ પ્રકારનું વર્તન સામે આવતા સવાલ એ થાય છે કે શું સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ કે અન્ય મુદાઓ અંગેની સમસ્યાનું કવરેજ કરવા સિવિલ સિક્યુરીટી કર્નલની ચિઠ્ઠી હશે તો જ કવરેજ કરાશે. આ વિવાદ વધતા સિવિલ સુપ્રીડેન્ટ દ્વારા મંતવ્ય ન્યૂઝ ના મહિલા રિપોર્ટર માનસી પટેલ અને કેમેરામેન નીતિન બગડા સાથે દુર્વ્યવહાર કરનાર સામે માત્ર બદલી કરવા અને કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી.
પત્રકારો હંમેશા સમસ્યા કે ઉકેલ અંગેના પ્રશ્નો ને પ્રજા અને અધિકારીઓ સમક્ષ રજૂ કરી તેનો ચિતાર આપતા હોય છે ત્યારે સિવિલમાં જાણે બાઉન્સર રાજ હોય તેવું જોવા મળતું આવે છે અગાઉ પણ કેટલીય વાર આવી રીતે પત્રકારો સાથે દુર્વ્યવહાર અને ઝપાઝપીની ઘટનાઓ બનતી આવી છે જે ખરેખર નિંદનીય બાબત કહી શકાય.
https://youtu.be/5L9PxLSf7gE