કેવડિયા,
દેશના ઔદ્યોગિક ગ્રોથ એન્જિનમાં ગુજરાત ટોચનું રાજ્ય ધરાવે છે. ગુજરાતના ઉદ્યોગોને વધુ વેગ મળે તે માટે ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 200 જેટલા ઉદ્યોગકારોની એક ચિંતર શિબિર યોજાઇ. બેઠકમાં તમામ ઉદ્યોગકારોએ ગુજરાતના ઔદ્યોગિક એકમો દ્વારા વર્ષ 2030 સુધીમાં 1.5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને લઇ જવા નેમ લીધી. દેશનો જીડીપી 2020 સુધીમાં 10 ટ્રિલિયન ડોલર લઇ જવું હશે તો ગુજરાતના ઉદ્યોગોએ મહત્વનો રોલ ભજવવો પડશે.
એફઆઇએના પ્રમુખ પ્રકાશ વરમોરાએ જણાવ્યું કે ગુજરાતના ઉદ્યોગોના વિકાસ થકી જ આ શક્ય બનશે. ગુજરાતના સિરામીક, ફાર્મા, એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, ટુરિઝમ તથા કેમિકલ્સ સેક્ટરમાં વધુને વધુ આગળ આવે અને નિકાસલક્ષી બને તે જરૂરી છે. ગુજરાતમાં અંદાજે 4.5 લાખથી વધુ નાના-મધ્યમ અને મોટી કક્ષાના એકમો આવેલા છે. ગુજરાતના જીડીપીમાં ઔદ્યોગિક સેક્ટરનું યોગદાન 44 ટકાથી વધુ રહ્યું છે.
જીઆઇડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપુતે જણાવ્યું કે વેપાર એસોસિએશન ઉદ્યોગોના વિકાસ માટે ચિંતિત છે ત્યારે સરકાર પણ ઉદ્યોગોની સાથે જ છે. જીઆઇડીસીની તમામ કામગીરી ઓનલાઇન થતા ઉદ્યોગો ઝડપી ઉત્પાદન કામગીરી હાથ ધરી રહ્યાં છે.
વિકાસની ટ્રેન ઉદ્યોગકારો ઝડપી લો, નહિં તો લોકલ ટ્રેન પણ નહિં મળે તેવું સફળ ઉદ્યોગકાર સવજીભાઇ ધોળકિયાએ બેઠકમાં ઉદ્યોગકારોને સંબોધન કર્યું હતું. આ બેઠકમાં ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ, રિજનલ ચેમ્બરના પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતમાં લોકડાઉનમાં પણ વિદેશી કંપનીઓએ 1.30 લાખ કરોડથી વધુ રોકાણ કરવા થનગની રહ્યાં છે.
…………………..
એમએસએમઇ લોન-સ્માર્ટ એસ્ટેટ માટે એમઓયુ થતા વેપારને વેગ મળશે
એફઆઇએ દ્વારા ચિંતન બેઠકમાં યસ બેન્ક સાથે ગુજરાતભરમાં એમએસએમઇ લોન માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ કંપની સાથે ગુજરાતભરમાં 25000 હેક્ટરમાં આધુનિક સુવિધા સાથે સ્માર્ટ એસ્ટેટ સ્થાપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટ માટે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે.
પ્રકાશ વરમોરા, પ્રમુખ, એફઆઇએ.
……………………
ગુજરાતના વિકાસમાં ઇન્ડસ્ટ્રીઝનો સિંહફાળો
વિશ્વમાં ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝનો જીડીપીમાં સૌથી વધુ હિસ્સો રહ્યો છે. ચીનમાં જીડીપીમાં સર્વિસ સેક્ટર આગળ છે નહિં ઔદ્યોગિક સેક્ટર. ગુજરાતમાં જીડીપીમાં ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝનું યોગદાન 44 ટકાથી વધુ છે અને આગળ જતા ઝડપી ગ્રોથ સાધવાનું છે.
અજીત શાહ, સેક્રેટરી-એફઆઇએ.
………………………………….
અર્થતંત્રને વેગ આપવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જરૂરી
આત્મનિર્ભરનો નારો એવો છે કે દેશના ઉદ્યોગો આપબળે આગળ વધે. દેશના અર્થતંત્રને વેગ આપવો હશે તો સૌ પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપવું પડશે. ભારત સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પાછળ સૌથી વધુ ખર્ચ કરી રહી છે.
મનસુખ માંડવીયા, કેન્દ્રિય મંત્રી
………………………….
એમએસએમઇ એ ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ
ઔદ્યોગિક વિકાસ દ્વારા જ દેશ-રાજ્યના વિકાસનો આધાર છે. ગુજરાતના એમએસએમઇએ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. ઔદ્યોગિક પોલિસી, સોલાર પોલિસી, આઇટી-આઇટીએસ પોલિસી વેપારને વેગ આપશે.
વિજય રૂપાણી, મુખ્યમંત્રી ગુજરાત.