*ખુલ્લામાં વેચાતી મિઠાઇની પણ હશે એક્સપાયરી ડેટ જૂનથી લાગુ થઇ રહ્યો છે નવો નિયમ*

હવે તમારા પાડોશની દુકાન પર વેચાતી મિઠાઇઓ પણ એક્સપાયરી ડેટ સાથે આવશે. આ મિઠાઇ ક્યારે બની છે અને તમે તેને કઇ તારીખ સુધી ખાઇ શકો છો, તેની જાણકારી નૉન-પેક્ડ મિઠાઇઓ પર હશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ (FSSAI) મિઠાઇની દુકાનો માટે આ જાણકારી આપવી ફરજિયાત બનાવી છે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે. અત્યાર સુધી પેક્ડ મિઠાઇના ડબ્બાઓ પર જ ‘Best Before’ ડેટ લખવી ફરજિયાત છે.મિઠાઇઓનું વેચાણ ફેસ્ટિવ સીઝનમાં ખૂબ જ વધુ થાય છે. આ દરમિયાન વાસી અને એક્સપાયર્ડ મિઠાઇઓ વેચાવાની ખબરો આવતી રહે છે. કન્ઝ્યુમર્સની આ ફરિયાદો બાદ FSSAIએ આ પગલુ લીધું છે.