ગાંધીનગર: 22 ફેબ્રુઆરી 2022 ના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા અને ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધત્વ કરનાર નેતા જયરાજસિંહ પરમાર અને તેમના સમર્થકો પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના વરદ હસ્તે ભાજપનો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. જયરાજસિંહ પરમારે 37 વર્ષ પછી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતી સ્વીકારી છે. જયરાજસિંહ પરમાર સાથે ગાંઘીનગર શહેરના ઉપપ્રમુખ વિજયસિંહ વાઘેલા, કોંગ્રેસના અમદાવાદ શહેરના મહામંત્રી હાર્દીકભાઇ જોષી, ગાંઘીનગરના પુર્વ કોંગ્રેસના કોર્પોર્ટર રાકેશભાઇ પટેલ, ગાંઘીનગર શહેરના મહામંત્રી પ્રવીણસિંહ વિહોલ સહિતના આગેવાનો આજે વિધિવત રીતે ખેસ પહેરી ભાજપમાં જોડાયા. સી.આર.પાટીલએ સંબોધનમાં જણાવ્યું કે, મારા અધ્યક્ષ બન્યા પછી નક્કી કર્યુ હતું કે કોંગ્રેસમાંથી કોઇને લાવવા નહી અમે લેવા નથી ગયા પરંતુ જયરાજસિંહ અમને મળ્યા અને જે રીતે હું તેમને ડિબેટમાં જોતો હતો ત્યારે પાર્ટીના આગેવાનનું મંતવ્ય હતું કે પાર્ટીમાં જોડાવવા આવ્યા છે ત્યારે તેમને જોડવા જોઇએ. જયરાજસિંહે કોઇ અપેક્ષા જણાવી નથી. તેમણે જણાવ્યું હતું કે જો આપ સૌ ગુજરાતનુ હિત, દેશનું હિત ઇચ્છો છો તો તેમને જવાબદારી વગર રાખી ન શકાય. તમારામા જે કામ કરવાની પ્રતિભા છે તેનો ઉપયોગ ચોક્કસ કરીશું. પાર્ટી નકર્કી કરતી હોય છે કે કોને શું જવાબદારી આપવી. અને પાર્ટીને તમને જે પણ જવાબદારી આપવી હશે તે આપશે. દરેક પાર્ટીનો મેનિફેસ્ટો જોવો તો સેવાકીય પ્રવૃતિની વાત કરતા હોય પરંતુ ભાજપ એ અલગ છે. ભાજપાના કાર્યકરોને અને ભાજપા પાર્ટીને “પાર્ટી વિથ ડિફરન્સ” તરીકે લોકો ઓળખે છે, આ ઇમેજ જાળવી અને પાર્ટીને નુકશાન ન થાય, લોકોની મુશ્કેલીને સમજી તેને મદદરૂપ થવાનો ન ફકત પ્રયાસ કરવો પરંતુ પરિણામલક્ષી પ્રયાસ કરવો તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ગળથૂથીમાં છે. આપણે સૌ સાથે મળી ગુજરાતની જનતાની સેવા કરીશું તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાત અને દેશભરમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસની વિચારઘારા, છેવાડાના માનવીની ચિંતા કરી આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી,પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા, દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં દેશભરમાં વિકાસની વિચારધારા સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ કયારેય લોકોની ચિંતા કરી નથી માત્ર પરિવાર સુધી સીમિત રહી ગઇ છે.
ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સરકારે જે રીતે વિકાસનું મોડલ પ્રસ્થાપિત કર્યુ અને છેવાડાના માણસને કેવી રીતે મદદ કરી શકે તે રસ્તો ગુજરાતે સમગ્ર દેશને બતાવ્યો. ગુજરાતની અંદર કોંગ્રેસનું હવે ક્યાંય અસ્તિત્વ દેખાતું નથી. કોંગ્રેસના મોટા આગેવાનો કે જેમણે લોકો માટે સેવા કરવી હતી પરંતુ વર્ષો પછી તેમને એમ લાગ્યુ છે કે કોંગ્રેસમાં રહી લોકોની મદદ કરવી હોય તો તે અશ્કય છે પરિણામે સારા અને શ્રેષ્ઠ નેતાઓ કે જેમને સંગઠન અને લોકોના દુખની પણ જાણ હોય તેવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. અમે કેવળ ભરતી મેળો નથી કરતા પરંતુ સમાજમાં કે રાજકીય પાર્ટીમાં જ્યાં સારા વ્યકિત હોય તેઓનું ભાજપમાં સ્વાગત છે. જયરાજસિંહ મારા જૂના મિત્ર છે. તેમના જોડાવાથી ઘણા યુવાનો જયરાજસિંહમાં એક આદર્શ જોતા હતા તે તેમની સાથે આજે જે યુવાનો જોડાય છે તેમનું પણ હું સ્વાગત કરુ છું. શ્રી ગોરઘનભાઇ ઝડફીયાએ જણાવ્યું કે, કોંગ્રેસમાં વર્ષો સુધી ચૂંટણીમાં હાર થતી હોય છતા પણ સિંહ ગર્જના કરતા હોય અને જે લડવાનું ઝનુન છે તેવા જયરાજસિંહનું ભાજપમાં સ્વાગત છે. ભાજપ દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને આદરણીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં સતત ગુજરાતમાં 30 વર્ષ કોંગ્રેસ મુકત શાસન બન્યું છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે , જે પાર્ટી એક-એક વર્ષ સુધી પ્રમુખ ન નીમી શકે , વિરોધ પક્ષના નેતાની પંસદગી કરી શકી નહતી. કોંગ્રેસના કારણે આર્ટીકલ 370, કાશ્મીર કાયમ માટે અલગ રહ્યુ ,
કાશ્મીર આતંકવાદીઓ માટે સ્વર્ગ બન્યું. પરંતુ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં એક ઝાટકે આર્ટીકલ 370 જમ્મુ-કાશ્મીરથી હટાવી અને ત્યારે મહેબુબા મુફતી એમ કહેતા કે કલમ 370 ને દુર ન કરતા “હાથ લગાઓગે તો જીસ્મ જલ જાયેગા” પરંતુ હું કહુ છે કે દોઢ વર્ષ થઇ ગયું સળગાવો….જયરાજસિંહ આજે ભાજપમાં જોડાયા છે તો તેમને ભાજપની રાષ્ટ્રવાદની વિચારઘારાનો સ્વીકાર કર્યો છે. ભાજપમાં નવયુવા કાર્યકરો જોડાઇ રહ્યા છે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનો 182 વિઘાનસભા બેઠક જીતાવાનો સંકલ્પ કર્યો છે તે આ જોતા લાગે છે કે હવે કોંગ્રેસ સંપુર્ણ ગુજરાતમાં નામશેષ થશે. ભાજપ એ એક પરિવાર છે ભાજપમાં એક પરિવાર નું રાજ નથી આ પાર્ટીમાં ચા વહેચવાવાળા પણ પ્રઘાનમંત્રી થઇ શકે . નારણપુરાના એક બુથના કાર્યકર દેશના ગૃહમંત્રી બની શકે છે. અંહી વંશવાદ નથી. આજે જે કાર્યકરો જયરાજસિંહ સાથે જોડાયા છે તેમનું સ્વાગત છે.પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે જણાવ્યું કે, પરિવારવાદ પાર્ટીમાંથી આજે કાર્યકર્તા આઘારીત વિશ્વની મોટી પાર્ટીમાં જયરાજસિંહ જોડાયા છે. નેશન ફર્સ્ટ ના વિચારઘારાથી જનસંઘથી કામ કરતી આ પાર્ટી ભાજપના રૂપમાં વિચારને અવિરત વઘારી રહી છે. ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અને ગુજરાત સહિત તમામ રાજયોમાં કે જ્યાં ભાજપની સરકાર છે ત્યા સમાજના વંચીત અને જરૂરિયાતમંદ વ્યકિતને તેના હકનો લાભ મળે તેનું જીવન સ્તર સુધરે તે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે. લાંબા સંમય સુઘી કોંગ્રેસની સરકાર રહી પરંતુ વહીવટી કુશળશક્તિનો અભાવ ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળ્યો હતો. ગુજરાતમાં આવનાર વિઘાનસભા ચૂંટણીમાં 182 બેઠકોનું લક્ષાંક જે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ દ્વારા નક્કી કર્યુ છે તે લક્ષને પહોચી વળવા સૌ સાથે મળી કામ કરીએ અને શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં સૌ ભાગીદાર બનીએ .પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાએ સંબોધનમાં જણાવ્યું કે, જે જીવનના 37 વર્ષ જેમને નામશેષ થઇ રહેલ કોંગ્રેસ માટે સંઘર્ષ કર્યો તેવા જયરાજસિંહ પરમારનું પાર્ટીમાં સ્વાગત છે. આઝાદી પહેલા કોંગ્રેસ અલગ હતી પરંતુ આઝાદી બાદ આ દેશને ચલાવવાની જવાબદારી દેશની જનતાએ કોંગ્રેસને આપી. આઝાદી પછી એક પરિવારની પાર્ટી બની રહી ગઇ છે તેમા કયારેય કાર્યકર્તાની કદર ન થાય. જયરાજસિંહ પરમારે જણાવ્યું કે, આજે ભાજપમા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના નેતૃત્વમાં ખૂબ આદર પ્રેમ અને સ્નેહ સાથે પાર્ટીમાં મને આવકાર્યો છે. મારી સાથે આવેલા તમામ કાર્યકરોને સહજ પાર્ટીમાં સ્વીકાર કર્યો છે. તે બદલ આભાર વ્યકત કર્યો. પહેલા એક સત્તામાંથી બીજી સત્તામાંથી જવું હોય તો લોહીની નદીઓ વહેતી પરંતુ આજે રકતનું એક ટીપુ પણ ધરતી પર ન પડે અને આખી સત્તા બદલાય તેનું નામ લોકશાહી છે. રાજનીતી એ સેવાનો વિષય છે. કોંગ્રેસમાં ખૂબ લોહી પસીનો મે અને અહી ઉપસ્થિત કાર્યકરોએ વેડફયો છે. જે કાર્યકરે સચિવાલયનું પગથિય જોયુ નથી સ્વર્ણીમ સંકુલ કયા આયુ તે જોયુ નથી તેવા નિષ્ઠાવાન કાર્યકરોને લઇ આપની સમક્ષ આવ્યો છું. તેમણે વધુમાં કહ્યુ કે હુ એક વાતની ખાતરી આપુ છું કે જયા મે લોહી રેહડ્યુ છે ત્યા કશુ નથી મળ્યુ પરંતુ આજે ભાજપ માં કોઇ અપેક્ષા લઇને નથી આવ્યો. માન સન્માન જાળવજો માથુ મુકીને કામ કરવાનો છું જે ખુટે છે તે પુરવા આવ્યો છું અમે ઉંધી દિશામા પંતગ ચગાવેલ છે આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ સહીત પ્રદેશનાં ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી જયંતીભાઇ કવાડીયા, શ્રી એમ.એસ પટેલ, પ્રદેશના મહામંત્રીશ્રીઓ શ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી વિનોદભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશના મંત્રીશ્રી શ્રી રઘુભાઇ આહિર, પ્રદેશના મુખ્ય પ્રવક્તાશ્રી યમલભાઈ વ્યાસ, પ્રદેશના સહ-પ્રવક્તાશ્રીઓ શ્રી ડૉ.ઋત્વિજ પટેલ, શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શ્રી કિશોરભાઈ મકવાણા, યુવા મોરચાના પ્રમુખશ્રી ડૉ.પ્રશાંતભાઇ કોરાટ, અનુસુચિત જાતી મોરચાના પ્રમુખશ્રી પ્રદ્યુમનભાઇ વાજા, પ્રદેશના સહ-કોષાધ્યક્ષશ્રી ઘરમેન્દ્રભાઇ શાહ, રાજયકક્ષાના કેબિનેટમંત્રીશ્રી રૂષીકેશભાઇ પટેલ, ગાંઘીનગરના મેયરશ્રી હિતેશભાઇ મકવાણા સહિતના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.