રાજપીપલાની જિલ્લાની સૌથી મોટી એક માત્ર સિવિલ હોસ્પિટલ મા સુવિધા અને સ્ટાફ ના અભાવથી પીડાતી સિવિલ હોસ્પિટલ ના ખસતા હાલ

રાત્રીના સમયે અકસ્માત , ડિલિવરી , અને ઇમરજન્સી કેસોમાં રાત્રે એકજ ડોકટર અને નર્સથી ચાલતી રામભરોસે હોસ્પિટલ

સરપંચ પરિષદના પ્રમુખે હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી

નસ ફાટી ગયેલ દર્દી , એક ને થતી લોહી ની ઉલ્ટીઓ , અકસ્માત ના દર્દીઓ ની સ્ટાફ વિના દયનીય હાલત તંત્ર સામે રોષ

નાઇટમાં માત્ર એક જ ડોક્ટર અને એકજ નર્સ
થી ચાલતી હોસ્પિટલ

રાજપીપલા તા 9

રાજપીપલા ખાતે એક માત્ર જ સિવિલ હોસ્પિટલ આવેલી છે. જેમા વધતા જતા દર્દીઓ સામે ડોક્ટર અને નર્સનો પૂરતો સ્ટાફ ન હોવાથી સિરિયસ અને ઇમરજન્સી કેસમા દર્દીઓની હાલત કફોડી બની રહી છે
ખાસ કરીને રાત્રીના સમયે એક જ ડૉક્ટર અને એક પટાવાળો એક નર્સ સેવા આપી રહ્યા છે .
ગત રાત્રીએ સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવાએ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી અને કણસતા દર્દીઓ ની દયનીય હાલત જોઈને ચોકી ઉઠ્યા હતાજેમા જનરલ વોર્ડમા એક દર્દીની નસ ફાટી ગયેલ હતી , એક એક ને ચાર થી પાંચ વાર થતી લોહી ની ઉલ્ટીઓ થતી હતી ., અકસ્માત નાત્રણ ઇજાગ્રસ્ત લોબી મા સ્ટ્રેચર પર પડ્યા હતા . દર્દીઓની સ્ટાફ વિના દયનીય હાલતથી તંત્ર સામે રોષ ફેલાયો હતો.નાઇટમાં માત્ર એક જ ડોક્ટર અને એકજ નર્સ
થી ચાલતી હોસ્પિટલ મા ફરજ પરના તબીબ ડો .તળબદાએ વધુ એક સ્પેસિલિસ્ટ અને એક ફિજિશિયન તબીબ ની જરૂર હોવાનુ કબૂલ્યું હતું

રાજપીપલા સિવિલ મા નાઇટમાં એક જ ડોક્ટર હોવાના કારણે પૂરતી સુવિધા ન મળવાને કારણે દર્દીને બરોડા રીફર કરવામાં આવે છે . અને ગંભીર હાલતમાંતો કેટલાક સિરિયલ દર્દીઓને પુરતી સુવિધા ન મળવાના કારણે એ લોકો મૃત્યુ પણ પામે છે

90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લા મા કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી એમ જણાવી રાજકીય નેતાઓ પણ આ બાબતે ધ્યાન પર લેતા નથી તેમ જણાવીમાત્ર વોટ લેવાઆવતા નેતાઓ ને પણ આડે હાથે લીધા હતા

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા