પાંચ વર્ષમાં ગીત ગૃપના આદિવાસી યુવાનોએ ૩૦૦૦થી વધુ વખત રક્તદાન કરીને હજારોની જિંદગી બચાવી
છે.
રાજપીપળાત,૯
રાજપીપળામાં આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આજે મીત ગૃપના આદિવાસી ભાઇઓએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. આજે રાજપીપળા ખાતે
ભીલરાજાની પ્રતિમા પાસે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંકના ઉપક્રમે મીત ગૃપના સહયોગથી રક્તદાન
કેમ્પ યોજાયો હતો.જેમાં ડોકટરતરીકે આદિવાસી ડોકટર ડો.દર્શનાબેન દેશમુખે સેવા આપી હતી, જેમા બલ્ડ બેંક
રાજપીપળાના ચેરમેન એનબી મહીડા, ભરતવ્યાસ તથા મીત ગૃ૫માં જીજ્ઞેસ વસાવા, અમીત વસાવા,શિલ્પાબેન
વસાવા સહીત આદિવાસી યુવાનોની ઉપસ્થિતીમા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં આજે મોટી સંખ્યામાંઆદિવાસી યુવાનોએ રક્તદાન કરી સાચા અર્થમાં આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે મીતગૃપના અમીત વસાવાએ જણાવ્યુ હતુ કે મીત ગૃપના યુવાન આદિવાસી ભાઈઓ
જ્યારે ઇમરજન્સીમાં જરુરીયાત મંદ દર્દીને લોહીની જરુર પડે ત્યારે રક્તદાન કરે છે, છેલ્લા પાંચ વર્ષમાં ૩૦૦૦થી વધુ આદિવાસીઓએ સ્વૈછીક રક્તદાન કરીને હજારો લોકોની જિંદગી બચાવી છે, આજે અમે રક્તદાન કરીને
આદિવાસી દિવસ ઉજવ્યો છે.
તસવીર :જ્યોતિ જગતાપ,રાજપીપળા