સુઈગામ તાલુકામાં કોરોના ની એન્ટ્રી બે BSF જવાન સહિત પાંચ પોઝિટિવ*

*સુઈગામ તાલુકામાં કોરોનાની એન્ટ્રી બે, BSF જવાન સહિત પાંચ પોઝિટિવ**મમાણામાં એક કાણોઠીમાં બે કેસો પોઝિટિવ આવતાં હોમ-કોરોન્ટાઈન કરાયા.**BSF ના બે જવાનો ને સુઈગામ CHC ખાતે આઇસોલેસનમાં રખાયા.* જિલ્લામાં વધી રહેલા કોરોનાની ત્રીજી લહેરના કેસોને રોકવા તંત્ર ખડેપગે કામગીરી કરી રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના એવા સુઈગામ તાલુકામાં પણ આજે એક સાથે ત્રણ અને ઉત્તરાયણના આગલા દિવસના બે કેસ સહિત પાંચ કોરોનાના કેસો નોંધાતાં સરહદી વિસ્તારના લોકોમાં હાહાકાર મચ્યો હતો. સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે ફરજ બજાવતા બે BSFના જવાનો,કણોઠી ગામના બે અને એક મમાણા ગામે એક એમ કુલ પાંચ લોકો કોરોના પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થયું હતું, કોરોના પોઝિટિવ આવેલ પાંચ લોકોમાંથી કાણોઠી ગામના બે ઉત્તરાયણના આગળના દિવસે પોઝિટિવ આવતાં તેમને હોમકોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા જયારે આજે મમાણા ગામના એક અને BSFના બે જવાનો સહિત કુલ ત્રણ લોકો પોઝિટિવ આવતાં, મમાણા ગામના એકને હોમકોરોન્ટાઈન કરવામાં આવેલ છે, જ્યારે અન્ય બે જે નડાબેટ ખાતે ફરજ બજાવતા BSF ના જવાનો છે,તેઓ બંને જવાનોને સુઈગામ તાલુકાની CHC ખાતે આઇસોલેસન-વોર્ડમાં રખાયા છે.