મિત્રો, આજે આ લેખમા અમે તમને પપૈયાના અમુક એવા લાભો વિશે જણાવીશુ કે, જે તમે કદાચ પહેલા ક્યારેય નહી જોયા હોય. આ ફળમા તમારા બધા ફળોની તુલનામા સૌથી વધુ ફાયદાકારક ગુણધર્મો છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, આ ફળના બીજ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. જો તમે આ પપૈયાના બીજનુ યોગ્ય રીતે સેવન કરશો, તો તમારા શરીરમાથી અનેકવિધ સમસ્યાઓ જડમૂળમાથી દૂર થઈ જશે.
લાભ :
નિયમિત સવારે એક ચમચી પપૈયાના બીજ ભૂખ્યા પેટે સેવન કરવામા આવે તો તેનાથી તમારુ લીવર મજબૂત બને છે. તમારા યકૃતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે પપૈયુ અને તેના બીજનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે.
આ ઉપરાંત તમે પપૈયાના બીજનો ઉપયોગ કરીને દાંત સાથે સંકળાયેલ સમસ્યાઓમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. નિયમિત પપૈયાના બીજને ક્રશ કરી તેની પેસ્ટ તૈયાર કરી અને તેને નિરંતર પાંચ દિવસ સુધી દાંત પર લગાવો તો તમારા દાંત પર લાગેલ તમામ જંતુઓ દૂર થાય છે અને તમારા દાંત સ્વચ્છ અને મજબુત બને છે.
હાલ, મોટાભાગના લોકો પથરીની સમસ્યાથી પીડાય છે. શુ તમને ખ્યાલ છે કે, આ પપૈયાના બીજ પથરીને ઓગાળવા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિત એક ચમચી પપૈયાના બીજને ક્રશ કરીને તેનો પાવડર બનાવી તેને વહેલી સવારે ભૂખ્યા પેટે પાણી સાથે સેવન કરો તો તમારી પથરી ઓગળી જાય છે અને તુરંત બહાર નીકળી જાય છે.
*વૈદ્ય બલભદ્ર મહેતા*
*
🍑🍈🍑🍈🍑🍈🍑🍈🍑🍈🍑