વિશ્વ મહિલા દિને રાજપીપલા મા નર્મદા પોલીસ દ્વારાબ્રેસ્ટ કેન્સર અને સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ તેમજ ચેક અપ કેમ્પનું આયોજન

કેમ્પમાં 300 થી વધુ મહિલાઓએ ભાગ લીધો

આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે નર્મદા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક હિમકર સિંહ સા. ના માર્ગદર્શન હેઠળ બ્રેસ્ટ કેન્સર અ.ને સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતિ તેમજ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં સિવિલ હોસ્પિટલ, રાજપીપલા ના સી.ડી.એમ.ઓ. જ્યોતિ ગુપ્તા, ગાયનેકોલોજિસ્ટ શ્રીમતી દર્શનાબેન દેશમુખ નાઓ દ્વારા ઉપરોક્ત વિષયનું સચોટ માર્ગદર્શન આપવામાં આવેલ. સદર કેમ્પમાં 300 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો . આ કેમ્પમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, ચેતનાબેન એન ચૌધરી, એસ.જે.મોદી, સાગર રાઠોડ નાઓ ઉપરાંત નર્મદા જિલ્લાના પોલીસ અધિકારી તેમજ કર્મચારી હાજર રહ્યા હતા