*મધ્યપ્રદેશની નવી પટકથાના મહાનાયક જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપના સંપર્કમાં*

મધ્યપ્રદેશમાં નારાજગીની નવી પટકથાના મહાનાયક કોંગ્રેસના જ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હોવાનું સામે આવી રહ્યું છે. સિંધિયા જૂથના 17 ધારાસભ્યો એમપી છોડી ચુક્યા છે. ત્યારે આ સમયે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે. કમલનાથ જૂથથી નારાજ સિંધિયા ભાજપના કોઇ મોટા નેતાના સંપર્કમાં હોવાની વાત ચર્ચાઇ રહી છે. એમપીના રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેઓ સોમવારે સાંજે અચાનક દિલ્હી આવી ગયા. બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ સિંધિયાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.