સા રે ગા મા પા- એક દેશ એક રાગની સાથે ઝીએ લોકડાઉન દરમિયાન સફળતાપૂર્વક તેના સૌથી મોટા કન્ટેન્ટ ઇનોવેશનને રજૂ કર્યું.

~ ઉદ્યોગની સૌપ્રથમ પહેલે સમગ્ર ટીવી અને ડિઝીટલમાં સફળતા મેળવી~
• સમગ્ર ભારતમાં ઝી અને ઝી મીડિયાની 23 ચેનલોની મદદથી 63.1 મિલિયન દર્શકો સુધી પહોંચ
• સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વૈશ્વિકસ્તરે સંયુક્તરીતે 165 મિલિયનથી પણ પહોંચ
• ડિઝીટલ પર લાઈવ-અથોન અને ટીવી કન્ટેન્ટે સંયુક્ત રીતે 45 કલાકથી પણ વધુ અલગ નવું જ કન્ટેન્ટ રજૂ કર્યું જે ઘરેથી શૂટ થયેલું હતું, જેમાં 10 ભાષાના 200થી વધુ ગાયકો દ્વારા તૈયાર કરવામાં આવેલા 600થી વધુ પર્ફોર્મન્સીસનો સમાવેશ
5 જૂન, 2020: હાલમાં જ્યારે કોવિડ-19 રોગચાળાએ માનવી પર એક અલગ જ અસર કરી છે, ત્યારે સંગીતમાં એ શક્તિ છે કે તે દેશને જોડાયેલો રાખે છે, તેને રૂઝ લાવે છે અને તેમના મૂડમાં સુધારો કરે છે. 25 વર્ષ પહેલા તેની શરૂઆત થઈ ત્યારથી, જ બીન-કાલ્પનિક ફ્રેન્ચાઈઝીમાં સા રે ગા મા પાએ સતત સંગીતની મદદથી સામાન્ય લોકોના જીવનને સુધાર્યું છે, તેમની ગાયકીની પ્રતિભાને દર્શાવવા માટે દેશનુ સૌથી મોટું પ્લેટફોર્મ આપ્યું છે. આના લીધે જ સા રે ગા મા પાએ 2020માં 25 વર્ષના સિમાચિન્હનો માઇલસ્ટોન હાંસિલ કર્યો છે, જેના લીધે ઝી ટીવી તેના નેટવર્કની મજબુતી વધારવા માટે ખરેખર એક અલગ પહેલ લઈને આવ્યું હતું, જેમાં સંગીતની શક્તિ દ્વારા માનવતામાં વધારો કરવામાં મદદ કરી શકાય.આ ઉદ્યોગનું આ પ્રથમ પર્ફોર્મન્સ ‘એક દેશ એક રાગ’ હતું જે 23મી મેના રોજ શરૂ થયેલી એક 25 કલાક લાંબી સંગીતમય મેરેથોન ડિઝીટલ પ્લેફોર્મ પર હતી, જેમાં પ્રસિદ્ધ ગાયકો દ્વારા સમગ્ર ઝીના 10 ફેસબૂક પેજ પર પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય પ્રાંતોના સુર, તાલ અને જુસ્સાની વાઇબ્રન્સી જોવા મળી હતી. 25 વર્ષના આ સિમમાચિન્હને એક ગ્રાન્ડ ટેલિવાઈઝ્ડ કર્યો હતો, સાથોસાથ 24મી મેના રોજ ઝી અને ઝી મીડિયાની 23 ચેનલો પર એક હોમ ફંડ રાઈઝિંગ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શોના પ્રસિદ્ધ ચહેરાઓ દ્વારા પર્ફોર્મ કરવામાં આવ્યું હતું. ડિઝીટલ પર લાઈવ-અથોન અને ટીવીની સાથેનો કોન્સર્ટનું સંયોજન જે દર્શાવવામાં આવ્યું હતું, તે 45 કલાક લાંબા અલગ જ કન્ટેન્ટનું શૂટિંગ ઘરેથી કરવામમાં આવ્યું હતું, જેમાં 10 અલગ- અલગ ભાષાના 200થી વધુ ગાયકોના 600થી વધુ પર્ફોર્મન્સીસ છે. સંગીતમાં એક અદ્દભુત શક્તિ છે, જેને ‘એક દેશ, એક રાગ’ની સાથે ઘમા દિલોને સ્પર્શ્યું છે, ઉપરાંત સમગ્ર ભારતમાં તે 63.1 મિલિયન લોકો સુધી સંયુક્ત રીતે પહોંચ્યું છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 10 દિવસના કેમ્પેઇન દ્વારા તે કુલ 165 મિલિયન લોકો સુધી પહોંચ્યું છે.
ઝી ટીવીના ફેસબૂક પેજ પર જ કુલ 58 મિલિયન વપરાશકર્તાઓએ સંયુક્તરીતે પહોંચ્યા હતા. એક દેશ એક રાગની સફળતાએ સંગીતની ફ્રેન્ચાઈઝીના વારસો તથા ભૌગોલિક્તામંથી સંગીતના દિગ્ગજોને એક સાથે લાવવાના પ્રયત્નને આભારી છે, જેમાં પંડિત જસરાજ અને જેઝી બી જેમને યુએસએથી લઇને કેનેડા સુધી પરઅફોર્મન્સ કરેલું છે, તેમાંથી લઇને હરિચરણ અને હિમેશ રેશમિયાથી રાજેશ ક્રિષ્નન વિજયપ્રકાશ તથા દુર્નિબર સાહાએ ભારતમાં ઘણા ભારતને રજૂ કર્યા છે. ‘એક દેશ એક રાગ’એ પરિવારના દરેક સભ્યો માટે કંઈકને કંઈક રજૂ કર્યું છે, જેમાં 6 વર્ષની ઉંમરના સૌથી નાના લિટલ ચેમ્પથી લઇને ઘણી સિઝનના અનુભવી, રોનુ મજુમદાર, વિશ્વ મોહન ભટ્ટ, કુમાર સાનુ, અલ્કા યાજ્ઞિક, શાન તથા કવિતા ક્રિષ્નામૂર્તિ સહિતના ઘણા કલાકારોનો સમાવેશ થાય છે.
ટેક નવીનતાને પણ રજૂ કર્યું
ઝીએ સફળતાપૂર્વક એક નવું કન્ટેન્ટ અને ટેકનોલોજી ઉકેલનો ઉપયોગ કર્યો તથા તેને ધીમે-ધીમે સંગીતની મેરેથોનને રજૂ કર્યું, જેમાં ડિઝીટલથી લઇને ટીવીનો સમાવેશ લોકડાઉનમાં થાય છે. આ સમગ્ર બાબતની સુંદરતાએ છે કે, આ સંયુક્ત પ્રયત્નમાં એકપણ વ્યક્તિ તેના ઘરમાંથી બહાર નથી આવી.
• સમગ્ર પ્રાંતમાંથી 160 ટીમના સભ્યોએ તેમના ઘરેથી ટેકનોલોજીના નવીનતમ સોલ્યુશનનો ઉપયોગ કરીને કામ કર્યું છે. જેનાથી તેઓ સમગ્ર દેશના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના કલાકારોના પર્ફોર્મન્સીસને એક તાંતણે બાંધ્યું છે, જેને ખરેખર રાષ્ટ્રના સંયુક્ત પ્રયાસની સાથે વૈશ્વિક બનાવ્યું છે.
• ઓડિયો અને વીડિયો પ્રોડક્શન સોલ્યુશન્સ પર એક સોપમાં માર્ગદર્શિક કલાકારો અને બ્રોડકાસ્ટની ટીમ સંપૂર્ણપણે કામ કરતી હોય છે, પરંતુ મોબાઈલનો એક અલગ જ ઉપયોગ કરીને દર્શકોને તેમના ઘરમાં સલામતીની સાથે એક લાઈવ- કોન્સર્ટનો અનુભવ કરાવાની તક મળી છે.
• એડિટ સિસ્મ્સ માટે ઘરેથી કામ કરવું, એ પણ એપ્લિકેશન્સની કળાની સાથે, જે ટીમે વિશ્વના અલગ- અલગ સ્થળેથી મોબાઈલના ફૂટેજને ફેરવીને ટીમમાં બદલવા માટે મદદ કરે છે, તે પણ કોઈપણ પ્રકારની નુક્શાની બાદ બ્રોડકાસ્ટની સુવિધાની ફોર્મેટની સાથે.
એક દેશ એક રાગની આ પહેલની સફળતા વિશે જણાવતા, પ્રત્યુષા અગ્રવાલ, ચીફ કન્ઝ્યુમર ઓફિસર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ જણાવે છે, “ એક દેશ એક રાગને તૈયાર કરતી વખતે, સંગીતની શક્તિને પ્રાંતિય સિમારેખામાંથી બહાર લાવવાનો હતો, જે દેશના મૂડને સુધારે તથા તેમની અંદરની માનવતાને બહાર લાવે. આ મોટો વિશાળ પ્રયત્ન હતો, 25 કલાક લાંબી સંગીતની મેરેથોનને ટીવી અને ડિઝીટલ પર લાવીને તેમાં વધુમાં વધુ ટેકનોલોજી, ક્રિએટિવિટી તથા જોડાણના સંપૂર્ણ ઉપયોગ કરીને લાવવો હતો. દેશની સૌથી લાંબા સમયથી ચાલતો, ગાયકી આધારીત રિયાલિટી શો- સા રે ગા મા પાએ સંગીતની શક્તિની ઉજવણી કરી છે, જે સમગ્ર દેશના અમારા દર્શકો જીવનમાં કંઈક અલગ કરે છે, અને કોવિડ- રિલિફ પહેલને સપોર્ટ કરે છે. અમારી આ ફ્રેન્ચાઈઝીના વારસાને અદ્દભુત પ્રતિસાદ મળ્યો છે અને સમગ્ર વિશ્વના દર્શકોની સાથે મજબુત જોડાણ બનાવ્યું છે, ટીવી અને ડિઝીટલ મીડિયા પ્લેટફોર્મ પર આ કોન્સર્ટની સફળતાએ ખરેખર અમારી ફિલોસોફીને રજૂ કરી છે, જે સાથે મળીને અદ્દભુતતા ઓફર કરે છે અને સૌથી વધુ અમારા દર્શકો માટે જરૂરિયાતના સમયે ઉભા રહે છે.”
“અમે ખૂશ છીએ કે, સા રે ગા મા પાએએ ફેસબૂક પર એક ખાસ શોની સાથે આ સિમાચિન્હની ઉજવણી કરી છે. અમારા કલાકારોને ફેસબૂકના પાવરનો ઉપયોગ કરીને સાથે લાવીને સંગીતની સાથે લોકોને જોડાયેલા રાખ્યા છે, એટલું જ નથી, પરંતુ તેઓ આ રોગચાળામાં અસરગ્રસ્તો માટે ફાળો પણ મેળવવામાં સફળ થયા છે.” એમ મનિષ ચોપ્રા, ડિરેક્ટર અને હેડ ઓફ પાર્ટનરશીપ, ફેસબૂક ઇન્ડિયાએ જણાવ્યું હતું.