*રૂપાણી સરકારે મોબાઈલ એપ લોન્ચ કરી*

અમદાવાદામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ કમિશ્વર આશિષ ભાટિયાની હાજરીમાં એક મોબાઈલ એપ લોન્ચ કરી રેલ્વેમાં મુસાફરોને તેમના સામાન સુરક્ષાની ચિંતા રહેતી હોય છે. જેથી સરકાર દ્વારા આજે રેલ્વે સુરક્ષિત જીઆરપી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ જે મુસાફરોને સુરક્ષા આપશે. આ એપ્લીકેશન ટ્રેનમાં લૂંટ, ધાડ, ચોરી, અપહરણ, છેતરપિંડી અને અકસ્માતની ઘટનાને લઈને મુસાફરોને મદદરૂપ રહેશે. ટ્રેનમાં થતી ગુનાખોરીને કારણે મુસાફરોને ફરિયાદને લઈને ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. જેથી આ સુરક્ષા એપ્લીકેશન મુસાફરોને મદદરૂપ થાય તે અર્થે બનાવામાં આવી છે