રાજપીપળાની બેંક ઓફ ઈડીયામા અધધ લાંબી કતારોમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા.

વૃધ્ધ મહીલાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા ન રહેવાતા નીચે બેસીના પેન્શન લેવા વાહનોમાં ઉભા રહેવાનો વારો

રાજપીપળામા કોરોનાનારોજેરોજ વધતા જતા કેસો સામે વયોવૃધ્ધ મહીલાઓને કોરોના સંક્રમણ ની શક્યતા
વધારે હોવાથી ચિંતાનો વિષય

રાજપીપળાતા,૧૦

રાજપીપળામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા૪૭૭પર પહોચી છે અને રોજેરોજ રાજપીપળામા કોરોનાના કેસોવધતા જઇ રહયા છે અને તેમાં પણ રાજપીપળામાં ૪૦ થી વધુ લપકોના કોરોનામાં મૃત્યુ પામ્યા છે. જેમા
મોટાભાગનાની ઉમર ૫૦ની ઉપર છે ત્યારે એવા સંજોગોમાં વયોવૃધ્ધોને બહાર નીકળવુ જોખમ કારક છે. ત્યારે
રાજપીપળામા સંતોષ ચારરસ્તા પાસે આવેલ બેંક ઓફ ઇડીયામા પેશન અને પગારના નાણા તથા અન્ય સહાયનાનાણા લેવા માટે વયોવૃધ્ધ મહીલાઓની લાંબી લાંબી કતારો ચિતા ઉપજાવી રહી છે. આજે સવારથી વૃધ્ધમહીલાઓ બેંકમાં કલાકો સુધી લાંબી લાઇનમા ઉભેલી જોવા મળી હતી, જેમાં રીતસરના સોસીયલ ડિસ્ટન્સના
ધજાગરા ઉડયા હતા. વૃધ્ધ મહીલાઓને કલાકો સુધી લાઇનમાં ઉભા ન રહેવાતા નીચે બેસીને ટોળામા સોસીયલડીસ્ટસ વગર બેસેલી મહીલાઓ માટે કોરોના સંક્રમણ ની ભીતે સેવાઇ હતી, સીક્યોરીટી અને પોલીસતંત્રનું સુચક
મૌન ભારે પડી શકે તેમ છે. આ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી હતી.

તસવીર: જ્યોતિ જગતાપ રાજપીપળા