લોકડાઉનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે પાલિતાણાના શિક્ષકોની અનોખી પહેલ*

સરકારી શાળાઓ બંધ છે, પરંતુ પાલીતાણા તાલુકાના સરકારી શાળાના શિક્ષકો તેમના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે ઓનલાઇન ટેસ્ટ લઈ રહ્યા છે. આ ટેસ્ટમાં હાલ પાલીતાણા તાલુકાની 36 જેટલી શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ માટે પાલીતાણા તાલુકાની શાળામાં ફરજ બજાવતા અશરફ બાવળિયા અને ભાવનગરમાં ફરજ બજાવતા સંજય વાઘેલા ઓનલાઇન કસોટી બનાવવા પર સહમત થયા અને જવાબદારી પોતાના શિરે લીધી હતી.