અમરેલી: તા.૦૯/૦૮/૨૦૨૦ નાં રોજ અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તથા આગામી આવનાર જનમાષ્ટમી તહેવાર અનુસંઘાને પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે, માંગવાપાળ ગામે રહેતા હિંમતભાઇ નારણભાઇ ગજેરાની લીંબુડીનાં બગીચા તરીકે ઓળખાતી જુના ભંડારીયાના માર્ગે આવેલ વાડી પાસે વોકળામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એસ.ઓ.જી. PSI એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા દશ ઈસમોને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
💵 *પકડાયેલ મુદામાલઃ-*📱
મજકુર પકડાયેલ દશેય ઇસમો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનાં માંગવાપાળ ગામે રહેતા હિંમતભાઇ નારણભાઇ ગજેરાની લીંબુડીનાં બગીચા તરીકે ઓળખાતી જુના ભંડારીયાના માર્ગે આવેલ વાડી પાસે વોકળામાં ખુલ્લામાં કેટલાક ઇસમો ગોળ કુંડાળુ વળી પૈસા-પાના વડે તીન પત્તી નામનો હાર-જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ *રૂા.૧,૦૫,૮૦૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૯, *કિ.રૂા.૭૦,૦૦૦/-* તથા મોટર સાયકલ નંગ-૬, *કિ.રૂ.૧,૧૩,૦૦૦/-* તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨, કિ.રૂા.૦૦/- એમ કુલ *કિ.રૂા. ૨,૮૮,૮૦૦/-* નાં મુદામાલ સાથે ઝડપી પાડેલ, મજકુર પકડાયેલ દશેય ઈસમો વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે., માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.