ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અંબાજી પહોંચ્યા હતા અને દર્શન કર્યા.

અંબાજી : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ માં અંબાના દર્શને ગુજરાતના પવિત્ર યાત્રાધામ બનાસકાંઠાના અંબાજી પહોંચ્યા હતા. હાર્દિક પટેલ માં અંબા ના દર્શન કરવા અંબાજી આવ્યા હતા અને તેમની સાથે કોંગ્રેસ ના ધારાસભ્યો જોડાયા હતા. અંબાજી મંદિરના શક્તિ દ્વારથી પ્રવેશ મેળવી લાઈનમા દર્શન કરવા હાર્દિક પટેલ પહોંચ્યા હતા. આ દરમ્યાન અંબાજી મંદિર ખાતે કોંગ્રેસના કાર્યકર્તા હાજર રહ્યા હતા. ઉપરાંત બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી પણ હાજર રહ્યા. ત્યાર બાદ તેઓએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. અંબાજી ખાતે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ પણ હાજર રહ્યા