રાજપીપળા,
રાજપીપલા પંથકમા મારા મારીના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા
આરોપીને એસ.ઓ.જીનર્મદા પોલીસે ઝડપી પાડેલ છે.
નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક શહિમકર સિંહના માર્ગદર્શન હેઠળ આજ રોજ
પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.જાટ એસ.ઓ.જી.શાખા નર્મદાની સુચનાથી એસ.ઓ.જી.શાખાના
સ્ટાફના માણસો ધ્વારા રાજપીપલા પોલીસ મથકે નોંધાયેલ I.P.C.325 મુજબના ગુના નાંકામના છેલ્લા
સાત વર્ષથી નાસતો ફરતો આરોપી મહેશભાઇ દેવજીભાઇ તડવી (હાલ રહે.સુરત) ને બાતમી
આધારે સુરત ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી સારૂ રાજપીપલા પોલીસ સોંપવામાં
આવેલ છે.
તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા