ભારત આવી રહેલ રાફેલમાં એર-ટુ-એર ઇંધણ ભરવામાં આવ્યું.

દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે આ ફાઈટર વિમાનમાં એર-ટુ-એર રિફ્યુલિંગ એટલે કે (હવામાં રહી વિમાનમાં ઇંધણ ભરવું) કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા ફ્રાન્સ ઐરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. પાયલટને આરામ મળે તે માટે વિમાનોએ UAE માં રોકાણ કર્યું હતું. 29 જુલાઈએ રાફેલ ભારત પહોંચી જશે.