*24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન*

અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ માટે એરફોર્સ વન એરોપ્લેન હંમેશા એક્શન મોડમાં હોય છે. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જે એરફોર્સ વનમાં મુસાફરી કરે છે. પણ તેમની પાસે એક પ્રાઈવેટ જેટ પણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે એક બોઈંગ 757 પ્રાઈવેટ જેટ પ્લેન પણ છે. આ પ્લેનને ટ્રમ્પની ઈચ્છા મુજબ બનાવવામાં આવ્યું છે.